રોહિત શર્માની ચમત્કારી બેટિંગ દેખીને ICC પણ હેરાન, આપ્યા આવા રિએક્શન

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 23, 2017, 10:16 PM IST
રોહિત શર્માની ચમત્કારી બેટિંગ દેખીને ICC પણ હેરાન, આપ્યા આવા રિએક્શન

  • Share this:
શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માની 118 રનની વિસ્ફોટક ઈનિંગથી બધા જ હેરાન રહી ગયા હતા. રોહિતની ઈનિંગ બાદ આઈસીસીએ પણ ટ્વિટ કરીને એક GIF ઈમેજ દ્વારા રોહિતની ઈનિંગ પર હેરાની વ્યક્ત કરી હતી. આઈસીસીની આ ઈમેજ પર લોકોએ ઘણી બધી ટ્વિટ અને લાઈક્સ કરી હતી. કેટલાક લોકોએ લખ્યું કે, રોહિત આજના 'હનુમાન જી' છે, જેમને શ્રીલંકાને તબાહ કરી નાંખી. તે ઉપરાંત કેટલાક લોકોએ કમેન્ટ કરીને હિટમેનને વિસ્ફોટક ઈનિંગને લઈને શુભેચ્છા પાઠવી હતી. તે ઉપરાંત કેટલાક લોકોએ ICCની GIF ઈમેજના પણ પેટભરીને વખાણ કર્યા હતા. જણાવી દઈએ કે, ભારતીય ટીમ શુક્રવારે હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 88 રનોથી માત આપીને સિરીઝ પર કબજો કરી લીધો હતો. રોહિતે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ પહેલા રોહિતે પોતાની પહેલી સદી 2 ઓક્ટોબર 2015માં ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ફટકારી હતી.

રોહિતે તે મેચમાં 106 રન બનાવ્યા હતા. રોહિકે શ્રીલંકન કેપ્ટન થિસારા પરેરા દ્વારા બેટિંગનો આમંત્રણ મળ્યા બાદ રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરી અને થોડી જ વારમાં આક્રમક બેટિંગની શરૂઆત કરી દીધી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 12.4 ઓવરમાં 165 રનોની પાર્ટનરશીપ કરી હતી. ભારત માટે આ પહેલી વિકેટ માટે ટી-20માં સૌથી મોટી પાર્ટનરશીપ છે.
First published: December 23, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading