Home /News /cricket /

Match Preview : ભારત માટે આજની મેચ ખાસ, જીતીશું તો ઓસ્ટ્રેલિયાની 50મી હાર હશે

Match Preview : ભારત માટે આજની મેચ ખાસ, જીતીશું તો ઓસ્ટ્રેલિયાની 50મી હાર હશે

ભારત અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપમાં અત્યાર સુધી 11 મેચમાં ટક્કર થઈ ચુકી છે.

વન-ડેમાં બંને ટીમની વાત કરવામાં આવે તો બંને ટીમ વચ્ચે 136 વન-ડે મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 77 મેચ જીતી છે.

    ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા પોતાની બીજી મેચ આજે ઓસ્ટ્રેલિયા સામે રમશે. 9મી જૂનના રોજ કેનિંગ્ટન, ઓવલમાં રમાનાર આ મેચ વર્લ્ડ કપના સૌથી મોટા મુકાબલામાંની એક છે. આ વખતે ઓસ્ટ્રેલિયા અને ભારત બંનેને વર્લ્ડ કપના ખિતાના બરાબર દાવેદાર કહેવામાં આવી રહ્યા છે. 2015ની ચેમ્પિયન રહેલા ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં સાબિત કરી દીધું કે શા માટે તે વર્લ્ડ કપનું દાવેદાર છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ પણ પ્રથમ મેચમાં પોતાની તાકાત બતાવી દીધી છે.

    પ્રેક્ટિસ સેશનમાં ટીમ ઇન્ડિયાને નડ્યું વિઘ્ન

    વર્લ્ડ કપમાં ભારતની બીજી મેચમાં હવામાન વિલન બની શકે છે. ટીમ ઇન્ડિયાએ ઓવલ મેદાનમાં શુક્રવારે સવારે 10 વાગ્યે પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, વરસાદને કારણે કલાકો સુધી ખેલાડીઓ હોટલની બહાર નીકળી શક્યા ન હતા.

    આકાશ સ્વચ્છ રહે તેવો અંદાજ

    ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રવિવારે આકાશ સ્વચ્છ રહેશે. એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે મેચમાં વરસાદનું કોઈ જ વિઘ્ન નહીં આવે.

    વર્લ્ડ કપમાં ભારત VS ઓસ્ટ્રેલિયા

    ભારત અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપમાં અત્યાર સુધી 11 મેચમાં ટક્કર થઈ ચુકી છે. જેમાં ત્રણ વખત ટીમ ઇન્ડિયાની જીત થઈ છે, જ્યારે આઠ વખત ઓસ્ટ્રેલિયાએ બાજી મારી છે.

    ટીમ ઇન્ડિયાને 50મી જીતની રાહ

    વન-ડેમાં બંને ટીમની વાત કરવામાં આવે તો બંને ટીમ વચ્ચે 136 વન-ડે મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 77 મેચ જીતી છે, જ્યારે ભારતને ફક્ત 49 મેચમાં જીત મળી છે.

    બરાબરીની ટક્કર થશે

    બંને ટીમ પાસે અનેક મોટા ખેલાડી છે. ઓસ્ટ્રેલિયા પાસે એરોન ફિંચ, ઉસ્માન ખ્વાજા, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેને છે, તો પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક જેવા ઘાતક બોલર છે. જ્યારે ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન છે, તો બોલિંગની જવાબદારી યુજવેન્દ્ર ચહલ, કુલદીપ નાયર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી પર રહેશે.

    India vs Australia મેચ ક્યાં જોઈ શકાશે?

    મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports) નેટવર્કની અંગ્રેજી, હિન્દી, તમિલ અને HD ચેનલ્સ પર થશે.

    ક્યાં રમવામાં આવી રહી છે મેચ?

    આ મેચ કેનિંગ્ટન, ઓવલ મેદાનમાં રમવામાં આવશે.

    India vs Australia મેચની લાઇવ સ્ટ્રિમિંગ ક્યાં જોઈ શકાશે?

    વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019)ની તમામ મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર (Hotstar) પર જોઈ શકાય છે.

    India vs Australia મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

    India vs Australia મેચ ત્રણ વાગ્યે શરૂ થશે. અઢી વાગ્યે ટોસ થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, India National Cricket team, India vs australia

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन