હવે ક્રિકેટ રમશે હોલીવૂડ સ્ટાર ડ્વેન 'ધ રોક'

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 26, 2017, 5:45 PM IST
હવે ક્રિકેટ રમશે હોલીવૂડ સ્ટાર ડ્વેન 'ધ રોક'

  • Share this:
હોલીવૂડ સ્ટાર હિરો ડ્વેન જ્હોનસન પોતાના ભારતીય પ્રશંસકો અને ક્રિકેટ પ્રતિ પોતાના પ્રેમને લઈને એકવાર ફરીથી ક્રિકેટ રમતા જોવા મળશે. ધ રોકનું કેહવું છે કે, એક દિવસ તેને મેદાન પર ઉતરીને ક્રિકેટ પર પોતાનો હાથ અજમાવવો છે. જ્હોનસને પોતાના આગામી ફિલ્મ 'જુમાનજી: વેલકમ ટૂ ધ જંગલ'ના એક પ્રચાર હેઠળ એક વીડિયોમાં ક્રિકેટ વિશે વાત કરી હતી.

ડ્વેન કહ્યું કે, "મારૂ માનવું છે કે આ રમતમાં હાથ અજમાવવો જોઈએ. હું ખુબ જ આભારી છું કે ભારતમાં મારા ઘણા બધા પ્રશંસકો છે, જેમને મને અલગ-અલગ ભૂમિકામાં જોયો છે. હું આજે એક એવી રમત વિશે વાત કરી રહ્યો છું જે ભારતીયો વચ્ચે એક જનૂન પેદા કરે છે."

ડ્વેન જ્હોનસન કહ્યું, 'રોમાંચના રૂપમાં આ એક એવી રમત છે, જેમાં હું પોતાનું હાથ અજમાવવા માંગુ છું."

આ વીડિયોને સ્ટાર સ્પોર્ટ્સ પર રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ ત્રીજી અને અંતિમ ટી-20 મેચ દરમિયાન પ્રસારિત કરવામાં આવ્યો હતો.
First published: December 26, 2017, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading