Home /News /cricket /હરભજનસિંહે વીણા મલિકની અંગ્રેજીની જાહેરમાં કરી ફજેતી

હરભજનસિંહે વીણા મલિકની અંગ્રેજીની જાહેરમાં કરી ફજેતી

UNGAની સ્પીચ મામલે વીણા મલિકને હરભજનને શીખામણ આપવી પડી ભારે!

UNGAની સ્પીચ મામલે વીણા મલિકને હરભજનને શીખામણ આપવી પડી ભારે!

    ભારતીય ઑફ-સ્પીનર હરભજનસિંહે (Harbhajan Singh) હાલમાં જ ટ્વિટ કરીને પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાનની (Imran Khan) UNGA સ્પીચને વખોડી હતી. સોશિયલ મીડિયામાં આ અંગે પોતાનો મત રજૂ કરતા હરભજને કહ્યું હતું કે ઇમરાન ખાનની આ સ્પીચ નફરતથી ભરેલી છે. જે પર પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે વળતો પ્રહાર કર્યો હતો. પણ આમ કરીને વીણા પોતે જ ફસાઇ હતી અને તેની જાહેરમાં ફજેતી થઇ હતી.


    ક્રિકેટર હરભજને ઇરમાન ખાન વિરુદ્ધ ટ્વિટ કરી કહ્યું કે "UNGAના ભાષણ દરમિયાન તમે ભારત પર સંભવિત પરમાણુ યુદ્ધનો સંકેત આપ્યો. એક સક્ષમ ખેલાડી તરીકે ઇમરાન ખાને 'લોહીની નદીઓ' અને 'અંત સુધીનું યુદ્ધ' જેવા શબ્દોનું ચયન કરીને બંને દેશો વચ્ચે ખાલી નફરતમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો છે. એક સાથી ખેલાડી તરીકે મને તેમનાથી આ આશા નહતી, તેમણે શાંતિ વધે તેવા પ્રયાસ કરવા જોઇએ."



    આ પર વીણાએ રીટ્વિટ કરીને કહ્યું કે "પીએમ ઇમરાન ખાને તેમના ભાષણમાં શાંતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલ જે પરિસ્થિતિ છે અને કાશ્મીરમાં કર્ફ્યૂ ઉઠતા જે લોહીની નદીઓ વહેશે તેની ભયાનકતાની વાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ધમકી નથી ડર છે. હરભજન તને આટલું પણ અંગ્રેજી નથી સમજાતું?"



    ત્યારે હરભજને આ પર જવાબ આપતા કહ્યું કે "What do u mean by surly? Oh is it surely??" આમ કહી તેણે વીણાની અંગ્રેજીની જોડણીની ભૂલ કાઢી હતી. અને સલાહ પણ આપી હતી કે બીજી વાર અંગ્રેજીમાં કંઇ લખતા પહેલા એક વાર વાંચી લેજે પછી બીજાને અંગ્રેજી સમજાય છે કે નહીં તેની વાતો કરજે! આમ કહી હરભજને સોશિયલ મીડિયામાં જાહેરમાં વીણાને ફજેતી કરી હતી. જેને બીજા યુઝર્સે પણ પસંદ કર્યું હતું. આમ હરભજનને અંગ્રેજી સમજાવવા જતા વીણા મલિક પોતે જ શરમમાં મૂકાઇ હતી.

    ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનની UNGA ની સ્પીચ પર હરભજન સિંહ સિવાય વીરેન્દ્ર સહવાગ, ગૌતમ ગંભીર, સૌરવ ગાંગુલી, ઇરફાન પઠાન અને મોહમ્મદ શમી જેવા ભારતીય ક્રિકેટરો પણ પ્રતિક્રિયા આપી હતી. અને આ વાતને વખોડી હતી.
    First published: