સોનિયાના ઇશારે નહીં પરંતુ પોતાની ઇચ્છાથી આ કર્યું : કિર્તી આઝાદ

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ કિર્તી આઝાદે ફરી એકવાર ડીડીસીએ કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ડીડીસીએમાં ચાલતા કૌભાંડને ઉજાગર કરવામાં સોનિયાના ઇશારે નહીં પરંતુ એમને જે ઠીક લાગ્યું તે પોતાની મરજીથી આ બધુ કર્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ કિર્તી આઝાદે ફરી એકવાર ડીડીસીએ કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ડીડીસીએમાં ચાલતા કૌભાંડને ઉજાગર કરવામાં સોનિયાના ઇશારે નહીં પરંતુ એમને જે ઠીક લાગ્યું તે પોતાની મરજીથી આ બધુ કર્યું છે.

કિર્તી આઝાદે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, રમતમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરૂધ્ધ તે સતત લડતા રહેશે. કોંગ્રેસ અંગે સ્પષ્ટતાં કરતાં તેમણે કહ્યું કે, વિપક્ષ સાથે મળ્યા હોવાના તર્ક મામલે હું કહેવા માગું છું કે, આ જે કંઇ પણ કર્યું તે બધુ જ મેં મારી મરજીથી કર્યું છે. કોઇના કહેવાથી કંઇ કર્યું નથી.

કિર્તી આઝાદે કહ્યું કે, લોકસભામાં કોઇ કોઇના ઇશારે બોલવા માટે ઉભું થતું નથી. સ્પીકરના આદેશ બાદ જ કોઇ બોલી શકે છે. કિર્તી આઝાદે કહ્યું કે, મેં સીબીઆઇનું કામ સરળ કરી નાંખ્યું છે અને જાતે જ ઘણી તપાસ કરી છે. જો તેમને કોઇ મદદની જરૂર હોય તે લઇ શકે છે.

ડીડીસીએના કૌભાંડ અંગે તેમણે કહ્યું કે, અહીં એક જ કામ માટે એક કરતાં વધુ વખત ચુકવણું પણ કરવામાં આવ્યું છે.
First published: