Home /News /cricket /

IPL : કઇ ટીમને મળશે ધોની-રૈના-જાડેજા!

IPL : કઇ ટીમને મળશે ધોની-રૈના-જાડેજા!

છેલ્લા કેટલાય વર્ષોથી જેનું સપનું જોવાતું હતું એ ગુજરાતની ટીમ આ વખતે આઇપીએલમાં રમશે. હવે આજે થનારી આઇપીએલ હરાજીમાં કયા ખેલાડીઓ ગુજરાતની રાજકોટ ટીમને મળે છે એ જોવાનું રહ્યું, ખાસ કરીને ધોની, રૈની અને જાડેજા પર સૌની નજર છે.

છેલ્લા કેટલાય વર્ષોથી જેનું સપનું જોવાતું હતું એ ગુજરાતની ટીમ આ વખતે આઇપીએલમાં રમશે. હવે આજે થનારી આઇપીએલ હરાજીમાં કયા ખેલાડીઓ ગુજરાતની રાજકોટ ટીમને મળે છે એ જોવાનું રહ્યું, ખાસ કરીને ધોની, રૈની અને જાડેજા પર સૌની નજર છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # છેલ્લા કેટલાય વર્ષોથી જેનું સપનું જોવાતું હતું એ ગુજરાતની ટીમ આ વખતે આઇપીએલમાં રમશે. હવે આજે થનારી આઇપીએલ હરાજીમાં કયા ખેલાડીઓ ગુજરાતની રાજકોટ ટીમને મળે છે એ જોવાનું રહ્યું, ખાસ કરીને ધોની, રૈની અને જાડેજા પર સૌની નજર છે.

આજે થનાર આઇપીએલના ખેલાડીઓની હરાજીમાં વિશ્વ ક્રિકેટના 50 ખેલાડીઓના નામ હશે. એવું પણ થઇ શકે છે કે કોઇ ફ્રેન્ચાઇઝી એક પણ ખેલાડી ના ખરીદે અને તે બધા જ ખેલાડીઓ આગામી વર્ષે ફેબ્રુઆરી માસમાં થનારી હરાજીમાં જ બોલી લગાવે, પરંતું કોઇ પણ ટીમ પ્રતિભાશાળી આ ખેલાડીઓને આસાનીથી છોડી શકે એમ નથી.

રાજસ્થાન રોયલ્સ અને ચૈન્નાઇ સુપર કિંગ સામે લગાવેલા બે વર્ષના પ્રતિબંધ બાદ આ બંને ટીમોના પાંચ પાંચ ખેલાડીઓ આજે થનારી હરાજીમાં નવી બે ટીમે પૂણે અને રાજકોટ ખરીદી શકે એમ છે. આ ખેલાડીઓમાં ધોની, રૈના અને જાડેજા મહત્વના છે. ગુજરાત માટે રાજકોટની ટીમમાં કેપ્ટન તરીકે જાડેજાનું નામ એક રીતે સ્પષ્ટ માનવામાં આવે છે. હવે જોવાનું એ છે કે આજે શું થાય છે.

મહેન્દ્રસિંહ ધોની : આઇપીએલ ઇતિહાસનો મોટી ખેલાડી. સૌથી મોટો કેપ્ટન અને આઇપીએલનો સૌથી મોટો બ્રાન્ડ એમ્બેસેડર. આઇપીએલની બંને ટીમો આ સ્ટાર ખેલાડીને લેવા માટે તમામ પ્રયાસ કરશે. ધોનીનું પ્રદર્શન પણ સારૂ રહ્યું છે. આઇપીએલની 129 મેચમાં ધોનીએ લગભગ 140ના સ્ટ્રાઇક રેટ અને 39.28ની રનરેટથી 2986 રન બનાવ્યા છે. સૌથી વધુ રન બનવવામાં તે સાતમા ક્રમે છે.

સુરેશ રૈના : આઇપીએલના ઇતિહાસમાં સૌથી સફળ અને સૌથી હોટ આ ખેલાડી ફ્રેન્ચાઇઝી માટે પણ હોટ છે. ચેન્નાઇ સુપર કિંગને દરેક સિઝનમાં કિંગ બનાવવામાં આ ખેલાડીનો સિંહ ફાળો રહ્યો છે. રૈના આઇપીએલમાં સૌથી વધુ મેચ રમનાર અને સૌથી વધુ રન કરનાર ખેલાડી છે.

132 આઇપીએલ મેચમાં 139.79ના સ્ટ્રાઇક રેટ અને 34.25ના રનરેટ સાથે રૈનાના ખાતામાં 3699 રન છે. 2008થી લઇને 2014 સુધી રૈના દરેક આઇપીએલમાં 400થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આ વખતે પણ તે માત્ર 26 રનથી 400 રન બનાવતાં ચૂક્યો હતો. એક શાનદાર બેટ્સમેનની સાથોસાથ રૈના કમાલનો ફિલ્ડર અને એક સારો પાર્ટ ટાઇમ બોલર પણ છે.

રવિન્દ્ર જાડેજા : ટી20માં એક ઓલરાઉન્ડરનું ઘણું મહત્વ હોય છે અને જાડેજા ઓલરાઉન્ડર તરીકે સફળ ખેલાડી છે. બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગ ત્રણેય સ્થાનોએ પોતાનું પ્રભુત્વ બતાવી ચૂક્યો છે. ખાસ કરીને રાજકોટની ટીમ માટે રવિન્દ્ર જાડેજા પ્રથમ પસંદગી હશે.
First published:

Tags: આઇપીએલ, મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, રાજકોટ, સુરેશ રૈના

આગામી સમાચાર