Home /News /cricket /

યુવરાજ ડેયરડેવિલ્સમાંથી અને ઇશાંત હૈદરાબાદ ટીમમાંથી આઉટ

યુવરાજ ડેયરડેવિલ્સમાંથી અને ઇશાંત હૈદરાબાદ ટીમમાંથી આઉટ

આઇપીએલનું કાઉન્ટ ડાઉન શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે દિલ્હી ડેયરડેવિલ્સ અને હૈદરાબાદ ટીમે મોટા ફેરફાર કર્યા છે. દિલ્હી ડેયરડેવિલ્સે યુવરાજસિંહને અને હૈદરાબાદ ટીમે ઇશાંત શર્માને ક્લિન બોલ્ડ કર્યા છે.

આઇપીએલનું કાઉન્ટ ડાઉન શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે દિલ્હી ડેયરડેવિલ્સ અને હૈદરાબાદ ટીમે મોટા ફેરફાર કર્યા છે. દિલ્હી ડેયરડેવિલ્સે યુવરાજસિંહને અને હૈદરાબાદ ટીમે ઇશાંત શર્માને ક્લિન બોલ્ડ કર્યા છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # આઇપીએલનું કાઉન્ટ ડાઉન શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે દિલ્હી ડેયરડેવિલ્સ અને હૈદરાબાદ ટીમે મોટા ફેરફાર કર્યા છે. દિલ્હી ડેયરડેવિલ્સે યુવરાજસિંહને અને હૈદરાબાદ ટીમે ઇશાંત શર્માને ક્લિન બોલ્ડ કર્યા છે.

દિલ્હી ડેયર ડેવિલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવમી સિઝન માટે પ્રથમ ટ્રેડિંગ વિન્ડોમાં અનુભવી બેટ્સમેન યુવરાજસિંહને ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે જ્યારે ભારતના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને સનરાઇઝર્સ હૈદરાબાદે આઉટ કર્યો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારત ટી-20 ટીમમાં સ્થાન મેળવનાર યુવરાજને દિલ્હી ટીમે રૂ.16 કરોડમાં ખરીદ્યો હતો. 14 મેચમાં તેણે માત્ર 248 રન જ બનાવ્યા હતા. જે સરેરાશ 20 રનની રનરેટ કરતાં પણ ઓછી છે.

ડેયરડેવિલ્સના સીઇઓ હેમંત દુઆએ કહ્યું કે, યુવરાજસિંહ મહાન ખેલાડી છે અને તેને બહાર કરવાનો તેમનો ઇરાદો માત્ર ટીમનું બજેટ છે. તે સારા ફોર્મમાં છે અને ભારતીય ટીમમાં તેણે ફરી સ્થાન મેળવ્યું છે. જોકે અમે બજેટને લીધે આ નિર્ણય કર્યો છે. મેં જાતે યુવરાજ સાથે વાત કરી હતી અને અમારા સંબંધ સારા છે.

આઇપીએલની હાલની છ ટીમોમાં ડેયરડેવિલ્સ ફેબ્રુઆરીમાં થનારી હરાજીમાં 36 કરોડ 85 લાખ રૂપિયા લઇને ઉતરશે. દુઆએ કહ્યું કે, અમે એન્જલો મૈથ્યૂઝને પણ છુટો કર્યો છે. આ સાથે અમે 23 કરોડ રૂપિયા બચાવ્યા છે.

કિંગ ઇલેવન પંજાબે ગત વર્ષના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન જોર્જ બેલીને પણ છુટો કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ વેસ્ટ ઇન્ડિઝના ડેરેન સૈમીને છુટો કર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે ભારતના પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટર હેજલવુડને બહાર કર્યા છે.

ડેયરડેવિલ્સે 10 ખેલાડીઓને નીકાળ્યા જ્યારે પંજાબ અને સનરાઇઝે આઠ ખેલાડીઓને બહાર કર્યા છે. આરસીબીએ 14, મુંબઇ ઇન્ડિયન્સ અને કેકેઆરે 10-10 ખેલાડીઓને બહાર કર્યા છે.

ડેયરડેવિલ્સ પાસે હરાજી માટે રૂ.36.85 કરોડ છે. જ્યારે સનરાઇઝ પાસે રૂ. 30.15 કરોડ છે. મુંબઇ ઇન્ડિયન્સ પાસે રૂ.14.40 કરોડ, કેકેઆર પાસે રૂ.17.95 કરોડ જ્યારે પંજાબ અને આરસીબી પાસે અનુક્રમે 23 કરોડ અને 21.62 કરોડ છે.

બે નવી ટીમો માટે ઇન્ટેક્સ રાજકોટ અને સંજીવ ગોયન્કાની પૂણે ટીમ પાસે રૂ.27 કરોડ છે. તેમણે પ્રતિબંધિત ચેન્નાઇ સુપરકિંગ અને રાજસ્થાન રોયલ્સના પાંચ પાંચ ખેલાડીઓ ખરીદ્યા છે.

ઝહીરખાનને ડેયરડેવિલ્સે રાખ્યો છે જેનું આ અંતિમ સત્ર હશે. દિલ્હીમાં મનોજ તિવારી અને આરસીબીએ અશોક ડિંડાને બહાર કરવામાં આવ્યો છે.

કેકેઆરે ગૌતમ ગંભીર અને રોબિન ઉથપ્પાને ટીમમાં રાખ્યા છે જ્યારે પંજાબે ડેવિડ મિલર, ગ્લેન મેક્સવેલ અને મિશેલ જોન્શનને રાખ્યા છે.

મુંબઇએ કીરોન પોલાર્ડ, હરભજનસિંહ, રોહિત શર્મા, લસિથ મલિંગાને જ્યારે આરસીબીએ વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલને યથાવત રાખ્યા છે.
First published:

Tags: આઇપીએલ 2016 ખેલાડી યાદી, આઇપીએલ હરાજી 2016, મુંબઇ ઇન્ડિયન્સ, યુવરાજસિંહ

આગામી સમાચાર