Home /News /cricket /

IPLનો માસ્ટર બ્લાસ્ટર ખેલાડી : સુરેશ રૈના, જાણો રેકોર્ડ

IPLનો માસ્ટર બ્લાસ્ટર ખેલાડી : સુરેશ રૈના, જાણો રેકોર્ડ

સુરેશ રૈના એટલે આઇપીએલની હોટ ટીમ ચેન્નાઇ સુપર કિંગનો હોટ ખેલાડી. સુરેશ રૈના મેચ વિનર ખેલાડી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ મેચને જીતાડી શકવાની તાકાત ધરાવે છે.

સુરેશ રૈના એટલે આઇપીએલની હોટ ટીમ ચેન્નાઇ સુપર કિંગનો હોટ ખેલાડી. સુરેશ રૈના મેચ વિનર ખેલાડી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ મેચને જીતાડી શકવાની તાકાત ધરાવે છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # સુરેશ રૈના એટલે આઇપીએલની હોટ ટીમ ચેન્નાઇ સુપર કિંગનો હોટ ખેલાડી. સુરેશ રૈના મેચ વિનર ખેલાડી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ મેચને જીતાડી શકવાની તાકાત ધરાવે છે. ગત સિઝનમાં 17 મેચમાં તેણે 374 રન ફટકાર્યા હતા જ્યારે 2 વિકેટ ઝડપી હતી. હવે આઇપીએલની નવમી સિઝનમાં તે રાજકોટ વતી રમવાનો છે.

આઇપીએલમાં 2008થી રમનાર સુરેશ રૈનાનો દેખાવ ઉત્કૃષ્ઠ છે. અત્યાર સુધીની આઠ સિઝનમાં તે કુલ 132 મેચ રમ્યો છે. જેમાં તેણે 139.84 સ્ટ્રાઇક રેટ સાથે 34.25 એવરેજ સાથે કુલ 3699 રન બનાવ્યો છે. જે સૌથી વધુ છે. વર્ષ 2008થી લઇને 2014 સુધી દરેક સિઝનમાં તેણે 400થી વધુ રન બનાવ્યા છે. પરંતુ ગત વર્ષે તે માત્ર 26 રનથી આ લક્ષ્યાંક ચૂક્યો હતો. દરેક સિઝનમાં 400થી વધુ રન કરનાર તે એકમાત્ર ખેલાડી છે.

132 મેચમાં તે 20 વખત નોટ આઉટ રહ્યો છે. 3699 રન કર્યા છે. એક સદી ફટકારી છે તો 25 હાફ સદી ફટકારી છે. 321 બાઉન્ડરી તો 150 સિક્સર લગાવી છે.

બેટીંગની સાથે બોલીંગમાં પણ તેણે સુંદર રમત બતાવી છે. 132 મેચમાં 38.66ની એવરેજથી બોલ નાંખ્યા છે. 770 બોલમાં તેણે 928 રન આપ્યા છે તો 24 વિકેટ પાડી છે.
First published:

Tags: આઇપીએલ 2016 ખેલાડી યાદી, આઇપીએલ 2016 પૂના અને રાજકોટ ટીમ, આઇપીએલ હરાજી 2016, ક્રિકેટ, સુરેશ રૈના

આગામી સમાચાર