ગૂગલના સીઈઓ સુંદર પિચાઇને USIBCની ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ અપાયો હતો. આ દરમિયાન તેઓએ હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ અંગે વાત કરી સૌકોઇને ચોંકાવી દીધા, તેઓએ કહ્યું કે વર્લ્ડ કપ ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થવી જોઈએ. પિચાઇના જણાવ્યા મુજબ, તેઓ ક્રિકેટના મોટા ફેન છે.
પિચાઈને યૂએસ આઈબીસીના અધ્યક્ષ નિશા દેસાઈએ પૂછ્યું કે, તમારે હિસાબે વર્લ્ડકપની ફાઇનલ ક્યાં બે દેશ વચ્ચે રમાશે? આ અવસર પર પિચાઈએ અમેરિકામાં ક્રિકેટ અને બેઝબોલથી જોડાયેલો અનુભવ પણ શેર કર્યો, જેમાં તેઓએ કહ્યું કે તમે જાણો જ છો કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ઘણી સારી ટીમ છે. જોકે આઈસીસી વર્લ્ડકપની ફાઇનલ ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે થવી જોઈએ.
તેણે કહ્યું કે, જયારે હું પહેલી વાર અહીંયા આવ્યો તો મેં બેઝબોલને અપનાવાની કોશિશ કરી હતી. જોકે હું સ્વીકાર કરું છું કે તે થોડું અઘરું હતું. પહેલી વાર હું આ રમત રમ્યો તો બોલને બહાર મારી દીધો હતો. ક્રિકેટના હિસાબે આ સારો શોટ હતો, તે વિચારીને હું ખુશ થયો હતો. જોકે ત્યાં હાજર લોકોને તે પસંદ આવ્યો ન હતો.
પિચાઈએ કહ્યું કે, ક્રિકેટમાં તમે દોડો તો પોતાનું બેટ સાથે લઈને દોડતા હોવ છો, તેથી જ હું બેઝબોલમાં પણ બેટ હાથમાં લઈને દોડ્યો હતો. પછી લાગ્યું આ થોડું ચેલેંજિંગ કામ છે. મેં નક્કી કર્યું કે બીજી બધી વસ્તુઓ સાથે એડજસ્ટ કરીશ, પરંતુ ક્રિકેટનો સાથ ક્યારેય છોડીશ નહીં. પિચાઈએ કહ્યું કે, તાજેતરમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આ એક શાનદાર ટૂર્નામેન્ટ છે. હું શરૂઆતથી ભારતના સારા પ્રદર્શનને લઈને આશાવાદ છું. જોકે ત્યાં અન્ય સારી વસ્તુઓ પણ છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર