Home /News /cricket /Ind vs Pak: ભારતને ભવ્ય જીત આપવી પિતાને યાદ કરતા રડી પડ્યો હાર્દિક, કહ્યું 'તમે હંમેશા યાદ રહેશો!'
Ind vs Pak: ભારતને ભવ્ય જીત આપવી પિતાને યાદ કરતા રડી પડ્યો હાર્દિક, કહ્યું 'તમે હંમેશા યાદ રહેશો!'
પિતાને યાદ કરતા રડી પડ્યો હાર્દિક
T20 World Cup 2022: ભારતે પાકિસ્તાનને હરાવીને ભારતના દેશના લોકોને દિવાળી ભેટ આપી છે. ચારેય બાજૂ લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા ભાયુક્ત જોવા મળ્યો હતો.
T20 World Cup: ભારતે પાકિસ્તાનને હરાવીને ભારતના દેશના લોકોને દિવાળીની ભેટ આપી છે. ચારેય બાજૂ લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા ભાયુક્ત જોવા મળ્યો હતો. તમણે પિતાને યાદ કરતા આંખોમાંથી આંસુ આવી ગયા હતા અને કહ્યું હતું કે, 'જો તેમણે મને રમવાનો મોકો ન આપ્યા હોત તો હુ આજે અહીં ના આવી શક્યો હોત. તેમણે અમારા માટે ઘણુ બધુ સહન કર્યું અને બન્ને ભાઈઓને આ કાબિલ બનાવ્યા છે'
એક દિવસ પહેલા દિવાળી જેવો માહોલ
ઉલ્લેખનીય છે કે, આજે ભારતમાં એક દિવસ પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ રે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતે આ મુકાબલો જીતીને ઇતિહાસ રચ્યો છે. ખુબ જ રોમાંચક અને રસાકસી ભરી મેચમાં ભારતે 4 વિકેટથી ભવ્ય જીત મેળવીને ભારતને સૌથી મોટી દીવાળી ગિફ્ટ આપી છે. પાકિસ્તાને પહેલા બેટિંગ કરી 20 ઓરમાં 8 વિકેટ ગુમાવી અને 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 20મી ઓવરમાં છેલ્લા બોલ પર જીત મેળવી લીધી.
આ જીત સાથે જ ગત વર્ષના વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ લઇ લીધો છે. ત્યારે ભારતીય ખેલાડીઓમાં ખુશી સાથે પોતાના પરિવારને યાદ કરતા ભાવુક્ત પણ થઈ ગયા હતા. હાર્દિક પંડ્યા પણ પોતાના પિતાને યાદ કરી રડવા લાગ્યો હતો. તેને આ સફળતા માટે પિતાનો ખુબ જ આભાર માન્યો હતો. તેમણે કરેલા સંઘર્ષની પણ વાત કરી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન ફક્ત પિતાને જ યાદ કરતા રહ્યો હતો. આખરે દિવાળીના તહેવારમાં પરિવાર યાદ આવે એ સ્વભાવિક બાબત છે.
જીત બાદ ભાવુક્ત થયા ખેલાડિયો
નોધનીય છે કે, આજની વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ઐતિહાસિક બેટિંગને આખું પાકિસ્તાન યાદ રાખશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ રહ્યા. આ મેચ જીત્યા બાદ વિરાટ કોહલી રણ ભાવુક થઇ ગયો હતો. તેની સાથે પિતાને યાદ કરી હાર્દિક પણ ભાવુક થઇ ગયો અને રડવા લાગ્યો હતો.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર