શૈલેષ મકવાણા, અમદાવાદઃ ચોથી ટેસ્ટ મેચ શરૂ (test match) થવા અગાઉ કેપ્ટન વિરોટ કોહલીએ (virat kohli) કહ્યું કે અમદાવાદમાં (Ahmedabad) ગરમી વધી રહી છે, જેની અસર મેચ પર પડશે. કોહલીનો આ ઈશારો ઇંગ્લીશ ટીમ (England) તરફ હોઈ શકે, કેમ કે મહેમાન ટીમને વધારે ગરમીમાં અને એ પણ ડે-ટેસ્ટમાં રમવું મુશ્કેલ સાબિત થઇ શકે. આવા સંજોગોમાં મેચ અગાઉ જ કેપ્ટન કોહલીએ રૂટ એન્ડ કંપની સામે ગરમીનો બાઉન્સર ફેંકી દીધો.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ઉનાળામાં ભારતમાં રમવા આવે ત્યારે ધોળીયાઓ પરસેવે રેબઝેબ થઇ જાય છે. ત્રીજી ટેસ્ટમાં અક્ષર અને અશ્વિનની જોડીએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોનો વાવટો સમેટ્યો હતો. હવે ચોથી ટેસ્ટમાં અંગ્રેજોને કોણ પરસેવો પડાવશે એ પીચનો મિજાજ જોઇને જ ખબર પડશે.
ભારતીય ટીમ સિરીઝમાં ભલે 2-1થી આગળ હોય પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra modi stadium) પર રમાનારી ચોથી ટેસ્ટ ટીમ ઇન્ડિયા માટે અત્યંત મહત્વની છે.
આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા
આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા જીતશે તો એક નહીં પણ બે બમ્પર ફાયદા થશે. ચોથી ટેસ્ટ જીતવાની સાથે જ ટીમ કોહલી ટેસ્ટ સિરીઝ પર કબ્જો જમાવશે, આટલું જ નહીં પણ જીત સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની ટિકિટ પણ મળી જશે.
આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું
આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો
અત્યાર સુધી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે કરેલા પ્રદર્શનને જોતા ચોથી ટેસ્ટ મેચ જીતવી બહુ દૂરની વાત નથી. જો કે કહેવાય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. ત્યારે ક્રિકેટ પંડિતો કહે છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણને જોતા ભારતીય ટીમે ચોથી ટેસ્ટમાં કોઇ અખતરા ન કરવા જોઇએ.
કેમ કે ફાઇનલમાં પ્રવેશવા માટે ભારતને એક જીત અથવા ડ્રોની જરૂર છે. પરંતુ જો ટીમ ઇન્ડિયા હારે તો બાજી બગડી શકે એમ છે, એટલે કોહલી એન્ડ કંપનીએ દમખમ લગાવીને સિરીઝની અંતિમ ટેસ્ટ કોઇ પણ હિસાબે જીતવી જરૂરી છે. ત્રીજી ટેસ્ટમાં અક્ષર-અશ્વિન નામનું A ફેક્ટર ઇંગ્લીશ બેટ્સમેનો પર ફરી વળ્યું. હવે ચોથી ટેસ્ટમાં ફરી આ બંને સ્પિનર્સની જોડી પર નજર રહેશે.