સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 65 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું

News18 Gujarati
Updated: October 14, 2019, 7:39 PM IST
સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 65 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું
સૌરવ ગાંગુલીની ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટને (Indian Cricket) નવો દ્રષ્યિકોણ અને આક્રમક વિચાર આપનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) નવા સફરની શરૂઆત થઇ ગઇ છે

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભારતીય ક્રિકેટને (Indian Cricket) નવો દ્રષ્યિકોણ અને આક્રમક વિચાર આપનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) નવા સફરની શરૂઆત થઇ ગઇ છે. BCCI અધ્યક્ષ તરીકે સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધી કોઇએ પણ નામાંકન દાખલ ન કરતા સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ (BCCI President)તરીકે નિમણૂંક થઇ હતી.

પહેલા બીસીસીઆઈ અધ્યક્ષના પદ માટે પૂર્વ ક્રિકેટર બીજેશ પટેલનું (Brijesh Patel)નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ અચાનક જ ગાંગુલીએ તેમને પાછળ છોડી દીધા હતા. અને બીસીસીઆઇના તાકતવર પદ ઉપર બેઠા હતા. કંઇક અલગ કરવા માટે પ્રસિદ્ધ સૌરવ ગાંગુીએ બીસીસીઆઇ અધ્યક્ષ પદની શરૂઆત પણ એક નવા રેકોર્ડ સાથે કરી છે.

અત્યારના સમયમાં બંગાલ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જુલાઇ 2020 સુધી બીસીસીઆઇના અધ્યક્ષ બની રહેશે. આવું એટલા માટે છે કારણ કે છ વર્ષનો તેમનો કાર્યકાળ જુલાઇ 2020માં પુરો થશે. તેઓ 2014માં બંગાલ ક્રિકેટ સંઘના સંયુક્ત સચિવ બન્યા હતા. આવામાં 47 વર્ષીય ગાંગુલી જુલાઇ 2020માં કેબ પદાધિકારી તરીકે છ વર્ષ પુરા કરશે. ત્યારબાદ કૂલિંગ ઑફ પીરિયડ શરુ થશે.

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ નશામાં ધૂત શિક્ષક ક્લાસરૂમમાં ઊંઘતો ઝડપાયો, છેડતી કરવાનો આરોપ

કૂલિંગ ઑફ પીરિયડ ત્રણ વર્ષનો હોય છે. આ સમયગાળામાં તેઓ કોઇપણ પદ ઉપર ન રહી શકે. જ્યારે ગાંગુલી બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા છે ત્યારે તેમને કેબનું અધ્યક્ષ પદ છોડવું પડશે.

આ પણ વાંચોઃ-KBC 11: પત્નીની જીદના કારણે પતિ બન્યો કરોડપતિ, 7 કરોડ માટે પ્રશ્ન પૂછાયોવિજ્જીનો 65 વર્ષનો જૂનો રેકોર્ડ બરાબર
સૌરવ ગાંગુલીએ 65 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી બીસીસીઆઇના અધ્યક્ષ પદનો પદભાર હાંસલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંગુલી દેશના બીજા ભારતીય કેપ્ટન બન્યા છે. જેઓ બીસીસીઆઇના પૂર્ણકાલિક અધ્યક્ષ બન્યા છે. આ પહેલા વર્ષ 1954માં વિજયનગરમના મહારાજકુમાર ભારત પહેલા એવા પૂર્વ કેપ્ટન હતા જેમણે બીસીસીઆઇના અધ્યક્ષ બનાવાયા હતા. તેમને વિજ્જીના નામથી પણ લોકો જાણે છે.

આ પણ વાંચોઃ-તસવીરોઃ દોરા જેવી બિકિની પહેરીને યુવતી બીચ ઉપર ફરતી હતી, પોલીસે પકડી

વિજ્જીએ વર્ષ 1936માં ઇંગ્લેડ પ્રવાસ દરમિયાન ત્રણ મેચોની ટેસ્ટ સિરિઝમાં ભારતીય ટીમની આગેવાની કરી હતી. જોકે, સુનિલ ગાવાસ્કરને વર્ષ 2014માં બીસીસીઆઇના અંતરિમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તે પૂર્ણકાલિક પ્રશાસક ક્યાર રહ્યા નહીં.
First published: October 14, 2019, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading