ખતરામાં છે ટીમ ઇન્ડિયા, સૌરવ ગાંગુલીએ વ્યક્ત કર્યો ડરઃ EXCLUSIVE

 • Share this:
  ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. ગાંગુલીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ખતરામાં છે અને જેનું કારણ છે દિશાહીન ક્રિકેટ પ્રશાસન. સૌરવ ગાંગુલીએ સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલી સીઓએ એટલે કે પ્રશાસકોની સમિતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ કમિટીથી ટીમ ઇન્ડિયાને ખતરો છે.

  ગાંગુલીએ 30 ઓક્ટોબર રાતે 12 વાગ્યે અમિતાભ ચૌધરી અને સીકે ખન્નાને પત્ર લખ્યો છે. જેમાં ગાંગુલીએ લખ્યું કે હું આ ઇમેલ તમને એટલા માટે લખી રહ્યો છું, કારણ કે ભારતીય ક્રિકેટ ખતરામાં છે,  હું ઘણા સમય સુધી ક્રિકેટ રમ્યો છું. અમારી જિંદગી હાર અને જીતમાં વીતી છે અને ભારતીય ક્રિકેટની છબિ આપણા માટે ખુબ જ જરૂરી છે, પરંતુ જેવી રીતે આપણું ક્રિકેટ આગળ વધી રહ્યું છે, તેનાથી મને ડર
  લાગી રહ્યો છે.

  ગાંગુલીએ પત્રમાં સીઓએના કામ કરવાની પદ્ધતિ અને રાહુલ ચૌહરી પર લગાવવામાં આવેલા #MeTooના આરોપ સાથે જોડાયેલા મામલા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: