IND vs AUS: પ્રથમ ટી-20: ભારે રસાકસી બાદ ઓસ્ટ્રેલિયાનો 3 વિકેટે વિજય

 • Share this:
  ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટી 20 મેચમાં ભારે રસાકસી બાદ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે વિજય મેળવ્યો છે. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બાદ ભારત 20 ઓવરમાં માત્ર 126 રન જ બનાવી શક્યું. તો ઓસ્ટ્રેલિયાએ પણ છેલ્લા બોલે જીત મેળવી હતી.

  પ્રથમ બેટિંગ કરી ભારતે 20 ઓવરમાં 126 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટ ગુમાવી છેલ્લા બોલે લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો.

  છેલ્લી ઓવરમાં વિજય

  127 રનના ટૂંકા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નબળી રહી હતી, પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ મેક્સવેલ અને શોર્ટે બાજી સંભાળી હતી. બાદમાં બંને આઉટ થયા બાદ અન્ય કોઇ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. અને મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી. ભારત તરફથી છેલ્લી ઓવર ઉમેશ યાદવને સોંપાઇ હતી, ત્યારે એક ઓવરમાં 14 રન કરવાના હતા, જેમાં બે વાર ડબલ રન અને બે બાઉન્ટ્રીની મદદથી ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.

  ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયન સાથે કોહલી બ્રિગેડ ટી-20થી સીરિઝનો આગઝ થઇ ચૂક્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટી-20માંપ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 10 ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 80 રન બનાવ્યા હાતા, ત્યારબાદ 13મી ઓવરમાં કે એલ રાહુલ પણ 50 રન બનાવી આઉટ થયો હતો. ધોની અંત સુધી રહીને 29 રન કર્યા હતા.

  પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરના અંતે 126/7  રન જ બનાવી શકી હતી. ભારત તરફથી કે એલ રાહુલ અને  મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધારે રન કર્યા હતા.

  તો 126 રનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની બે ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી છે. ચહલની ઓવરમાં ઉમેશ યાદવે સ્ટોઇનિસને રન આઉટ કર્યો, તો ત્યારબાદ ત્રીજી ઓવરમાં બુમરાહે ફ્રિંચને LBW કરી આઉટ કર્યો છે. જો કે બાદમાં ગ્લેન મેક્સવેલ અને શોર્ટ વચ્ચે પાર્ટનરશિપ બની હતી, જેમાં મેક્સવેલ 50 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શોર્ટ પર રન આઉટ થતાં મેચ રોમાંચક તબક્કામાં પહોંચી હતી.

  ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા માત્ર 5 રન બનાવી આઉટ થયો ત્યારબાદ કે એલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે નાના પાર્ટનરશિપ બની હતી, પરંતુ વિરાટ કોહલી (24) જામ્પાની ઓવરમા આઉટ થઇ ગયો, તો ચોથા ક્રમે આવેલા રિષભ પંત (3) ખરાબ રીતે રનઆઉટ થતા ભારતીય ટીમ પર પ્રેશન આવ્યું હતું.પાંચમી વિકેટ દિવેશ કાર્તિક (1)પણ બોલ્ડ થયો.

  ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં મયંક માર્કડેયને તક આપવામાં આવી છે. છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા-ભારત ટકરાયા હતા. એ વખતે સીરિઝ 1-1થી ડ્રો રહી હતી. તો વિરામ બાદ કેપ્ટન કોહલી પરત ફરશે જેના પર સૌકોઇની નજર રહેશે.

  બંને ટીમોએ પોત પોતાના રાષ્ટ્રગાન બાદ પુલવામા હુમલામાં શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન રાખ્યું હતું. સાથે જ ભારતીય ટીમના ખેલાડીઓએ હાથમાં કાળી પટ્ટી પણ બાંધી હતી.

  ઓસ્ટ્રેલિયાની ટીમઃ એરોન ફિંચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, માર્ક્સ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નાથન કોલ્ટર નાઇન, જે રિચર્ડસન, પેટ કમિંગ, પીટર હેન્ડસકોમ્બ, જેસન બેહરનડોર્ફ, એશ્ટન ટર્નર અને એડમ જામ્પા.

  ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, દિનેશ કાર્તિક, એ એલ રાહુલ, રિષભ પંત, મહેન્દ્રસિંઘ ધોની, ક્રુનાલ પંડ્યા, મયંક માર્કંડેય, યઝૂવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ, આ મેચમાં ધવનને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ કે એલ રાહુલનો સમાવેશ કરાયો છે. મયંક આ મેચથી ડેબ્યુ કર્યું હતું.

  વાત ભારતની કરીએ તો તાજેતરમાં કિવિઝ સામે 1-2 થી સિરીઝ હાર્યું હતું જયારે કાંગારું બિગ બેશમાંથી રમીને આવી રહ્યા છે. તેવામાં આ ટી-20 સિરીઝને બંને ટીમ વર્લ્ડકપ પહેલા રિધમ મેળવવાની ગણિતથી જ રમશે.

  ભારત માટે આ સિરીઝમાં કેપ્ટ્ન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વાપસી કરી રહ્યા છે. તે બંનેને કિવિઝ સામે આરામ આપવામાં આવ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 2 ટી-20 અને 5 વનડે માટે એક જ ટીમ મોકલી છે. બિગ બેશમાં હાઈએસ્ટ રન સ્કોરર ડાર્સી શોર્ટ અને હાઈએસ્ટ વિકેટ ટેકર કેન રિચાર્ડસન પણ આ ટીમનો ભાગ છે. મિચેલ સ્ટાર્ક ઇજાના લીધે ભારતના પ્રવાસમાં ટીમનો ભાગ નથી. ભારતે છેલ્લી 5માંથી 2 મેચ જીતી છે અને 3 હારી છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 5માંથી 1 મેચ જીતી છે અને 4 હારી છે.
  Published by:Sanjay Vaghela
  First published: