ભારતને મળ્યો ખતરનાક બોલર, માત્ર 11 રન આપી ખેડવી 10 વિકેટ!

News18 Gujarati
Updated: December 12, 2018, 6:31 PM IST
ભારતને મળ્યો ખતરનાક બોલર, માત્ર 11 રન આપી ખેડવી 10 વિકેટ!

  • Share this:
ક્રિકેટ એક એવી રતમ છે જેમાં મોટા મોટા રેકોર્ડ બને છે અને તૂટે છે. આવું જ જોવા મળ્યું અંડર 19 કુચ બેહાર ટ્રોફીમાં જ્યાં એક ઝડપી બોલરે વિરોધી ટીમના તમામ ખેલાડીઓને આઉટ કરી દીધા. મતલબ આ બોલરે તમામ 10 વિકેટ લીધી. આ રેકોર્ડ બનાવનાર ખેલાડીનું નામ છે રેક્સ રાજકુમાર સિંહ. જેઓએ મણિપુર તરફથી રમી સમગ્ર અરુણાચલ ટીમને પવેલિયન મોકલી દીધી.

આ પણ વાંચો  PIC: અંબાણી પરિવારના ઘરે આવી જાન, અનંત-આકાશે ઘોડે ચડી કર્યુ સ્વાગત

ભારતમાં અંડર 19 ખેલાડીઓ માટે રમાઇ રહેલી કુચ બેહાર ટ્રોફીની એક મેચમાં મણિપુર માટે રમતા રેક્સ રાજકુમારે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. 18 વર્ષના આ મીડિયમ પેસરે અરુણાચલ પ્રદેશની ટીમને માત્ર 11 રન આપી 10 વિકેટ ખેડવી હતી.

રાજકુમારે 9.5 ઓવરમાં 6 ઓવર તો મેડન ફેકી હતી. રેક્સે 5 બેસ્ટમેનને બોલ્ડ કર્યા અને 3 ખેલાડીઓને એલબીડબલ્યૂ અને બે ખેલાડીને કેચ આઉટ કર્યા. જો કે આ 10 વિકેટ દરમિયાન રેક્સ હેટ્રિક ન લઇ શક્યો. જો કે તેઓને ત્રણ વખત હેટ્રિક લેવાની તક મળી હતી.

મણીપુરની થઇ જીત

આ મેચમાં મણીપુરની ટીમની 10 વિકેટે જીત થઇ હતી. અરુણાચલ પ્રદેશની પ્રથમ પારીમાં 138 રનના જવાબમાં મણીપુરીની પારી 122 રનમાં સમેટાઇ ગઇ હતી. પરંતુ બીજી ઇનિંગ્સમાં રેક્સના દમ પર અરુણાચલ પ્રદેશ 36 રનમાં ઓલઆઉટ થઇ ગઇ અને જીત માટે 53 રનનો લક્ષ્યાંક મળ્યો જે તેણે વગર વિકેટે પ્રાપ્ત કરી લીધો.આ પણ વાંચો ખૂબ જ કામની છે WhatsAppની આ 9 સિક્રેટ ટ્રિક્સ, તમને કેટલી વિશે છે ખબર?

આ બોલરે ગત મહિને જ સિક્કિમ વિરુદ્ધ રણજી મેચમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી એર મેચમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના ઓફ સ્પિનર જીમ લેકરે કર્યો હતો.
First published: December 12, 2018, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading