આંધળો પ્રેમ: વીડિયો કૉલ પર પ્રેમીએ જણાવી રીત, સગીર દીકરીએ કરી નાખી માતાની હત્યા

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

11 જુલાઈના રોજ મહિલાની હત્યાનો ભેદ ફરિદાબાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો, હત્યાના આરોપમાં 18 વર્ષના યુવક અને મૃતકની સગીર દીકરીની ધરપકડ.

  • Share this:
    ફરીદાબાદ: પ્રેમ ખરેખર આંધળો હોય છે. આવો જ એક બનાવ હરિયાણા (Haryana)માં સામે આવ્યો છે. ફરીદાબાદ ક્રાઇમ બ્રાંચે (Faridabad crime branch)એક હત્યાનો કેસ ઉકેલી નાખ્યાનો દાવો કર્યો છે. ક્રાઇમ બ્રાંચે દાવો કર્યો છે કે 16 વર્ષીય દીકરીએ જ તેની માતાને મોતને ઘાટ ઉતારી (Teenage daughter killed mother) દીધી હતી. પોલીસનો દાવો છે કે એક યુવક સાથે પ્રેમ સંબંધને પગલે કિશોરીએ આ જધન્ય કૃત્ય કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, કિશોરી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ માતા વિરોધ કરી રહી હતી. જે બાદમાં માતાથી નારાજ થયેલી દીકરી અને તેના પ્રેમીએ મહિલાની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પોલીસનું કહેવું છે કે દીકરીએ માતાને રાત્રે લીંબુ પાણીમાં ઊંઘની ગોળીઓ પીવડાવી દીધી હતી. જે બાદમાં તેના પ્રેમીએ વીડિયો કૉલ પર હત્યા કેવી રીતે કરવી તે જણાવ્યું હતું.

    10 જુલાઈના રોજ રાત્રે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. 11 જુલાઈથી પોલીસે આ કેસની તપાસ કરી રહી હતી. પોલીસ કમિશનરે આ કેસમાં ડીએલએફ ક્રાઇમ બ્રાંચને તપાસનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

    આ પણ વાંચો: બુલેટ પર ખુલ્લેઆમ રોમાન્સ, યુગલને ગામ લોકોએ ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો! 

    પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા આરોપીનો ઓળખ 18 વર્ષીય દીપાંશુ તરીકે કરવામાં આવી છે. જે ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના લવકેશનો રહેવાશી છે. જ્યારે બીજા આરોપીમાં 16 વર્ષીય કિશોરીનો સમાવેશ થાય છે. ફરીદાબાદની ઇડિયા કૉલોનીમાં રહેતા વિશાલે 11 જુલાઈના રોજ પોલીસ ફરિયાદ આપી હતી કે રાત્રે કોઈએ તેની માતા સુધાની હત્યા કરી નાખી છે. જે બાદમાં પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. ક્રાઇમ બ્રાંચ ડીએલએફે આ કેસની તપાસ માટે એક ટીમ બનાવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાનો અનુભવ કામ લગાડતા આ હત્યા કેસમાં ત્રીજી ઓગસ્ટના રોજ આરોપી દીપાંશુ અને ચોથી ઓગસ્ટના રોજ કિશોરીની ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો: વડોદરા: ખુલ્લેઆમ યુવક પર ચપ્પુથી હુમલો, રેલવે સ્ટેશન પર ભાગદોડ, બનાવી સીસીટીવીમાં કેદ





    વીડિયો કૉલ કરીને હત્યાની રીત જણાવી

    પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ સૌપ્રથમ લીંબુ પાણી (શિકંજી)માં ઊંઘની ગોળી નાખી દીધી હતી અને તેની માતાને પીવડાવી દીધી હતી. જે બાદમાં રાત્રે આશરે 12:30 વાગ્યે દીપાંશુએ વીડિયો કૉલ કર્યો હતો. દીપાંશુએ પહેલા તેની પ્રેમિકાને ઓશિકાથી માતાનું મોઢું દબાવવાનું કહ્યું હતું. જે બાદમાં ચુંદડીથી ગળું દબાવવાનું કહ્યું હતું દીપાશુંના કહેવા પ્રમાણે તેની પ્રેમિકાએ પહેલા ઓશિકા અને બાદમાં ચુંદડીથી ગળું દબાવીને તેની માતાની હત્યા કરી નાખી હતી. ક્રાઇમ બ્રાંચ ડીએલએફની ટીમે બંને આરોપીને બુધવારે કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે આરોપી દીપાંશુને જેલ મોકલી દીધો છે, જ્યારે આરોપી કિશોરીને કરનાલ બાળ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: