દેશમાં ક્રિકેટની શરૂઆત ક્યારે અને ક્યાં થઇ ? જવાબ જાણીને થશે ગર્વ!

દેશમાં ક્રિકેટની શરૂઆત ક્યારે અને ક્યાં થઇ ? જવાબ જાણીને થશે ગર્વ!
ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિેકેટ મેચની તસવીર (ઇંગ્લેન્ડ વિરુદ્ધ)

 • Share this:
  લાંબા સમય સુધી રાહ જોયા બાદ ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઇ ગયો છે. દુનિયાભરમાં ક્રિકેટની ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ કરીને ભારતમાં ક્રિકેટ ખૂબ જ પ્રખ્યાત છે. નાના બાળકથી લઇને મોટેરાઓમાં ક્રિકેટનો ખૂબ જ શોખ છે, શું તમને ખબર છે ક્રિકેટ સાથે ગુજરાતનો સંબંધ સદીઓ જૂનો છે ? શું તમને ખબર છે ભારતમાં ક્રિકેટની શરૂઆત ગુજરાતમાંથી થઇ હતી ? આવો જાણીએ આ રોચક ઇતિહાસ વિશે.

  તમને જાણીને કદાચ નવાઇ લાગશે અને સાથે જ એટલો જ ગર્વ પણ શકે કે વર્ષ 1921માં સમગ્ર ભારતમાં પહેલીવાર ક્રિકેટની શરૂઆત થઇ અને આ જગ્યા હતી ગુજરાતનો ખંભાત વિસ્તાર. એ સમયે બ્રિટીશ નાવિકો અને જહાજમાં સફર કરતા વેપારીઓ લાંબા પ્રવાસમાં સમય પસાર કરવાના સાધન તરીકે અવાર નવાર ક્રિકેટ રમતા હતા. જો કે એ સમયે ગિલ્લી દંડા પ્રકારની ક્રિકેટને મળતી આવતી રમત ભારતમાં પ્રચલિત હતી પરંતુ ક્રિકેટ અંગે કોઇ કશું જ જાણતું ન હતું. એ સમયે ગુજરાત મુંબઇનો ભાગ ગણાતું આથી ખંભાતની દરિયાઇ ઓળખ મુંબઇ સમુદ્રકાંઠા પાસે આવેલા કેમ્બે વિસ્તાર તરીકે થતી હતી.  અહીં ક્લિક કરી વાંચોઃ ગામડામાં રમતો હતો આ ક્રિકેટર, પ્રધાનમંત્રીની નજર પડી તો નસીબ ચમક્યું

  અંગ્રેજોએ પોતાના દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત અને ભારતમાં ક્રિકેટનું આગમન આવી રીતે થયું હતું. ત્યારબાદ વર્ષ 1792માં ભારતમાં ક્રિકેટની પ્રથમ સંસ્થા એટલે કે કલકત્તા ક્રિકેટ કલબની સ્થાપના થઇ, તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાના સૌથી જૂની ક્રિકેટ ક્લબમાં કોલકત્તા ક્રિકેટ ક્લબનો પણ સમાવેશ થાય છે. હાલમાં આ ક્લબ ક્રિકેટ એન્ડ ફુટબોલ કલબના નામથી ઓળખાય છે.

  આમ છતા મુંબઇ ભારતમાં ક્રિકેટના વિકાસનું પિયર ગણાય છે. ભારતમાં મુંબઇ ખાતે 1997માં ભારતમાં પહેલી વાર ક્રિકેટ મેચ શહેરના બે પારસી સમુદાયો વચ્ચે રમાઇ હતી. 1848માં પારસીઓએ ધ ઓરિએન્ટલ ક્રિકેટ કલબની મુંબઇમાં સ્થાપના કરી હતી. એ જમાનામાં વ્યાપાર, શિક્ષણથી માંડીને રમતજગત જેવા ધરખમ ક્ષેત્રમાં પારસીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. અંગ્રેજોના શાસનમાં મુંબઇ બોમ્બે પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું હતું.

  આ બોમ્બે પ્રેસિડેન્સીના ગર્વનર લોર્ડ હેરિસે ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપ્યું હતું. હેરિસ ઇગ્લેન્ડની ટીમના કેપ્ટન તથા ઇગ્લેન્ડ ક્રિકેટ કલબના અધ્યક્ષ રહી ચુકયા હોવાથી તેમનો ક્રિકેટમાં ખૂબજ રસ ધરાવતા હતા. તેમના નામ પરથી હેરિસ શિલ્ડ સ્કુલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હતું.

  અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપમાં રમનાર ટીમો કેટલી કરશે કમાણી, જાણો

  આ ટુર્નામેન્ટે અનેક દિગ્ગજ ક્રિકેટરો આપ્યા છે જેમાં શારદાશ્રમ સ્કુલ વતી રમેલા સચિન તેન્ડુલરનો પણ સમાવેશ થાય છે. ઇ.સ ૧૯૦૭ સુધી મુંબઇમાં ક્રિકેટ પારસીઓ અને ગોરાઓ જ રમતા પરંતુ ધીમે ધીમે ધર્મ આધારિત બૌધ્ધ અને યહુદીઓના પણ ક્રિકેટ ગૃપ બન્યા જે અંદરો અંદર ક્રિકેટ ટીચ્યા કરતા હતા. ૧૯૧૨માં મુસલમાનોએ પણ પોતાની ટીમ તૈયાર કરીને રમવાનું શરૂ કર્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:May 31, 2019, 15:46 IST

  ટૉપ ન્યૂઝ