આવું તો ધોની જ કરી શકે, મેદાનમાં FANને દોડાવ્યોઃ જુઓ વીડિયો

 • Share this:
  નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે રમાઇ જેમાં ભારતે 8 રને વિજય મેળવ્યો, આ મેચ રોમાંચભરી રહી હતી, જો કે આ બધાની વચ્ચે આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સુરક્ષા ઘેરો તોડીને એક યુવક ધોનીને મળવા માટે મેદાન પર પહોંચી ગયો હતો. જો કે આ દરમિયાન ધોનીએ તેને થોડીવાર દોડાવ્યો હતો.

  બીજી વન ડેમાં ઇનિંગ્સ બ્રેક બાદ ભારતીય ટીમ ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં પ્રવેશી રહી હતી. આ દરમિયાન એક યુવક સુરક્ષા ચક્ર તોડી મહેન્દ્રસિંઘ ધોનીને મળવા માટે પહોંચી ગયો. જો કે હંમેશા કુલ રહેતાં ધોનીએ ફેનની થોડી ફિરકી લેવાનું નક્કી કર્યું. અને જેવો ફેન દોડીને મળવા આવ્યો કે ધોનીએ પણ દોટ મૂકી અને ફેન સાથે મેદાન પર થોડીવાર પકડમ પકડી રમ્યો હતો. જો કે થોડીવાર દોડાવ્યા બાદ ધોનીએ ફેનને ગળે લગાવ્યો હતો.

  ધોનીએ હસતા મોઢે થોડીવાર ફેનને મેદાન પર દોડાવ્યો. આ જોઇને ભારતીય ટીમ પણ હસવા લાગી. ફેને અનેક મહેનત કરી પરંતુ તે ધોનીને પકડી ન શક્યો. અંતમાં ફેને ધોનીના પગ પકડ્યા અને સુરક્ષાકર્મી તેને પકડીને બહાર લઇ ગયા હતા.  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હેમિલ્ટનમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી 20 મેચ દરમિયાન વિકેટકિપિંગ કરી રહેલા ધોનીને મળવા માટે એક ફેન હાથમાં તિરંગો લઇને મેદાન સુધી પહોંચી ગયો હતો. ફેન સીધો હાથમાં તિરંગા સાથે ધોનીના પગે પડ્યો, જો કે ધોનીએ તુરંત તિરંગો જમીનને અડે તે પહેલા જ પોતાના હાથમાં લઇ લીધો અને ફેન સાથે હાથ મિલાવ્યા બાદ તુરંત જવાનું કહ્યું.
  Published by:Sanjay Vaghela
  First published: