ધોનીએ રમી અંતિમ વન ડે મેચ, હવે લેશે સંન્યાસ?

News18 Gujarati
Updated: July 18, 2018, 2:29 PM IST
ધોનીએ રમી અંતિમ વન ડે મેચ, હવે લેશે સંન્યાસ?
ધોની (ફાઇલ તસવીર)

  • Share this:
ઇંગ્લેન્ડના હેડિંગ્લે મેદાન પર રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડેમાં પ્રથમ બોલિંગ અને પછી બેટિંગમાં સારું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડે ભારતને હાર આપી હતી. ઇંગ્લેન્ડે આઠ વિકેટથી મેચ જીતી લીધી હતી અને આ શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી હતી. સાથે જ ઇંગ્લેન્ડે યજમાન દેશની સતત શ્રેણી જીતવાના રેકોર્ડ પર પણ બ્રેક મારી દીધી હતી.

શું ધોની સન્યાસ લઇ લેશે?

સામાન્ય રીતે કોઈ બોલર સારી બોલિંગ કરે અથવા કોઈ બેટ્સમેન સારી બેટિંગ કરે છે ત્યારે તે યાદગીરી માટે બોલ પોતાની પાસે રાખી લે છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ મેચમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો હતો. મેચ પૂરી થતાની સાથે ધોનીએ અમ્પાયર પાસેથી બોલ માંગ્યો હતો. બસ આટલું જોતા જ ક્રિકેટ રસિકોને એવું લાગ્યું કે ધોની કોઈ મોટો નિર્ણય કરવાનો છે, તેમજ આ તેની અંતિમ મેચ હોઈ શકે છે.

વન ડે શ્રેણી હાર્યું ભારત

ત્રીજી વન ડે મેચમાં ઇંગ્લેન્ડની સારી બોલિંગને કારણે ભારતીય ટીમ આઠ વિકેટ ગુમાવીને 256 રન બનાવી શકી હતી. ભારતે આપેલો આ ટાર્ગેટ ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 44.3 ઓવરમાં પૂરો કરી દીધો હતો.

ત્રીજી વન ડે પહેલા આ શ્રેણી 1-1થી બરાબર હતી. ત્રીજી મેચ શ્રેણી જીતવા માટે નિર્ણાયક હતી. પરંતુ ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને હાર આપીને ટી-20 શ્રેણીમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો. ભારતને સતત નવ શ્રેણી જીતીને વન ડેમાં પ્રથમ વખત હાર મળી હતી. આ પહેલા ભારતને ઓસ્ટ્રેલિયામાં 2015-16માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1-4થી હાર મળી હતી. જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં પ્રથમ શ્રેણીમાં ભારતને હાર મળી છે.
First published: July 18, 2018, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading