ધોનીના બલિદાન ગ્લવ્સ મામલે BCCI સંપૂર્ણ મક્કમતા સાથે ધોનીની પડખે છે, ICCએ વર્લ્ડ કપમાં પ્રતિબંધ લગાવ્યા બાદ પણ બીસીસીઆઇ હાર માનવા તૈયાર નથી. સમગ્ર મામલે બીસીસીઆઇ સમિતીના સીઇઓ લંડન જઇને ICCને ભલામણ કરશે જેમાં વર્લ્ડ કપમાં ધોનીને ગ્લવ્સ પહેરવા આપવાની વાત કરવામાં આવશે.
બીસીસીઆઇ અને સીઇઓએએ હવે આ મામલે આઇસીસીને મનાવવાનો નિર્ણય કર્યો છે, આ માટે બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી શનિવારે લંડન જશે. અહીં તેઓ આઇસીસીના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇએ જે તથ્યોને ગણાવી આઇસીસીને મેઇલ કર્યો હતો, તે વાતને વ્યક્તિગત રૂપે આઇસીસી અધિકારીને સમજાવશે. આ પહેલા વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ચિન્હ સાથેના વિકેટકિપિંગ ગ્લવ્સ પહેરીને મેદાનમાં ઉતરનાર ટીમ ઇન્ડિયાના વિકેટકિપર એમ.એસ. ધોનીને બીસીસીઆઇનો સાથ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટ તરફથી રચાયેલી સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે નિવેદન આપ્યું છે કે, ધોનીએ આઇસીસીનો કોઇ નિયમ તોડ્યો નથી. પીટીઆઇ સાથેની વાતચીત દરમિયાન વિનોદ રાયે કહ્યું હતું કે, ધોનીના ગ્લવ્સમાં લાગેલા નિશાનનું ભારતીય વાયુ સેના કે સુરક્ષાદળો સાથે કોઇ સંબંધ નથી. આવી સ્થિતિમાં નિયમ તૂટવાનો કોઇ પ્રશ્ન જ ઊભો થતો નથી. વિનોદ રાયે જાણકારી આપી હતી કે, બીસીસીઆઈએ પહેલાથી જ ધોનીના મામલામાં આઇસીસીને અપીલ કરી દીધી છે.
આ છે આસીસીનો નિયમ
આઇસીસીનો નીયમ જી1 અંતર્ગત ખેલાડી કે ટીમ અધિકારી આર્મ બેન્ડ, કપડા કે કોઇ પણ અન્ય ઇક્વિપમેન્ટ થકી કોઇ વ્યક્તિગત સંદેશ મંજૂરી વગર પ્રદર્શિત ન કરી શકે. આ માટે ક્રિકેટ બોર્ડ અને આઇસીસી ક્રિકેટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટની મંજૂરી હોવી જોઇએ. રાજકીય, ધાર્મિક કે રંગભેદ દર્શાવતા સાધનોને મંજૂરી આપવામાં આવતી નથી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર