ધવન ફિટ, પરંતુ હવે આ ખેલાડીએ કોહલીની વધારી મુશ્કેલી

  • Share this:
ભારતનો દિગ્ગજ ખેલાડી રવીન્દ્ર જાડેજાનું શુક્રવારથી રમાનાર દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ શરૂ થઈ રહેલી સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં રમવા પર સસ્પેન્સ બનેલું છે. જાડેજા પાછલા બે દિવસોથી વાયરલ ઈન્ફેક્શન સામે લડી રહ્યો છે. તો બીજી બાજુ શિખર ધવન પૂરી રીતે ફિટ થઈ ગયો છે અને પહેલી ટેસ્ટ મેચ માટે તેયાર છે.

મીડિયા અહેવાલમાં બુધવારે આ માહિતી સામે આવી છે. મીડિયાના અહેવાલમાં સામે આવ્યું છે કે, રવિન્દ્ર જાડેજા પાછલા બે દિવસોથી વાયરલ સામે ઝઝૂમી રહ્યો છે. મેડિકલ ટીમ જાડેજાની દેખરેખ રાખી રહી છે તે ઉપરાંત કેપ ટાઉનની સ્થાનિય મેડિક ટીમ સાથે પણ વાત કરી રહી છે.

મીડિયા અહેવાલમાં અવું કહેવામાં આવી રહ્યું છે કે, મેડિકલ ટીમે જાડેજાની સારવાર માટે હોસ્પિટલમાં જવાનો નિર્ણય લીધો છે અને આશા છે કે, તેઓ આવતા 48 કલાકમાં સારા થઈ જશે. 5 જાન્યુઆરીએ જ રવિન્દ્ર જાડેજા ટીમમાં રહેશે કે નહી તેનો નિર્ણય લેવામાં આવશે.

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે.
First published: