Home /News /cricket /

DDCA કેજરીવાલ અને કીર્તિ આઝાદ વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે

DDCA કેજરીવાલ અને કીર્તિ આઝાદ વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે

ડીડીસીએ ભ્રષ્ટાચારના પાયાવિહોણા આરોપ લગાવવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સસ્પેન્ડેડ બીજેપી સાંસદ કીર્તિ આઝાદ અને અન્ય 'આપ' કાર્યકર્તાઓ પર આજે માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

ડીડીસીએ ભ્રષ્ટાચારના પાયાવિહોણા આરોપ લગાવવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સસ્પેન્ડેડ બીજેપી સાંસદ કીર્તિ આઝાદ અને અન્ય 'આપ' કાર્યકર્તાઓ પર આજે માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# ડીડીસીએ ભ્રષ્ટાચારના પાયાવિહોણા આરોપ લગાવવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સસ્પેન્ડેડ બીજેપી સાંસદ કીર્તિ આઝાદ અને અન્ય 'આપ' કાર્યકર્તાઓ પર આજે માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હી જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)એ આઝાદ અને 'આપ' નેતાઓના આરોપોને કડક શબ્દોમાં ખંડન કરતા કહ્યું કે, આ પ્રકારની પાયાવિહાણા આરોપોથી સંઘ બદનામ થયો છે.

ડીડીસીએ ના ટોપના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સમાં કાર્યકારી અધ્યક્ષ ચેતન ચૌહાણે કહ્યું કે, રાજ્ય ક્રિકેટ સંઘના વિરૂદ્ધ ઘણા ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે અને આવા ખોટા પ્રકારની જાણકારી ફેલાવનારો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સંઘને મજબૂર થવું પડી રહ્યું છે.

કોષાધ્યક્ષ રવિન્દર મનચંદાએ કહ્યું કે, ડીડીસીએ કેજરીવાલ, કીર્તિ આઝાદ અને સંવાદદાતા સમ્મેલનમાં ઉપસ્થિત અન્ય ના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે અને જે લોકોએ ડીડીસીએ માં ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. ચૌહાણે કહ્યું કે, ત્રણ એજન્સીઓએ પહેલા થીજ ડીડીસીએ ના વિરૂદ્ધ મામલાની તપાસ કરી રહી છે અને આપ સરકારે, જે નવી તપાસ સમિતિ રચી છે, તેની કોઇ જરૂરત છે નહીં.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, આપ નેતા, કીર્તિ આઝાદ, કેસ, માનહાનિ, વિરૂદ્ધ, સાંસદ, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन