DC vs MI, IPL 2020: મુંબઈએ દિલ્હીને 5 વિકેટ હરાવ્યું, સૂર્યકુમાર- ડીકોકે અપાવી જીત

DC vs MI, IPL 2020: મુંબઈએ દિલ્હીને 5 વિકેટ હરાવ્યું, સૂર્યકુમાર- ડીકોકે અપાવી જીત
ફાઈલ તસવીર

દિલ્હી કેપિટલે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. આમ મુંબઈ ઈન્ડિયન્સ હવે ફિલ્ડિંગ કરશે.

  • Share this:
    અબુધાબીઃIPL2020ની 27મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે જીત નોંધાવી છે. દિલ્હી ચેમ્પિયન્સે આપેલા 163 રનના ટાર્ગેટને મુંબઈના ખેલાડીઓએ 19.4 ઓવરમાં 166 રન ફટકારીને પુરો કર્યો હતો. દિલ્હી સામે જીત નોંધાવવા માટે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. આમ દિલ્હીને હરાવીને મુંબઈ પોઈન્ટ ટેબલ ઉપર ટોપ ઉપર પહોંચી ગયું છે. સૂર્યકુાર અને ડીકોકની જોડીની શાનદાર બેટિંગથી મુંબઈ જીતના શિખરો સર કરી શક્યું હતું.

    દિલ્હીએ મુંબઈને આપ્યો 163 રનનો ટાર્ગેટ



    દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાતી મેચમાં પહેલા બેટિંગ કરીને દિલ્હી કેપિટલે 162 રન ફટકાર્યા હતા. જેના પગલે મુંબઈ ઈન્ડિયન્સને મેચ જીતવા માટે 163 રનનો ટાર્ગે આવ્યો છે. ડિલ્હી કેપિટલને 20 ઓવરના અંતે ચાર વિકેટના નુકસાન વેઠવું પડ્યું હતું. શિખર ધવને પોતાના IPL કરિયરની 38મી ફિફટી ફટકારતા 52 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 69 રન કર્યા. કપ્તાન શ્રેયસ ઐયરે પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે કૃણાલ પંડ્યાએ 2 અને ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ લીધી.

    દિલ્હી બેટ્સમેનોનું પ્રદર્શન
    પહેલા બેટિંગ લેઈને મેદાનમાં ઉતરેલા પૃથ્વી સોએ 3 બોલમાં 4 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શિખર ધવને 52 બોલમાં 69 રન, અજ્યક્ય રહાણેએ 15 બોલમાં 15 રન, શ્રેયર્સ અયૈરે 33 બોલમાં 42 રન, માર્કૃસ સ્ટોઈનિસે 8 બોલમાં 13 રન, એલેક્સ કરેરીએ 9 બોલમાં 14 રન બનાવ્યા હતા. દિલ્હી માટે કેપ્ટન શ્રેયસ ઐયરે 42 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની 33 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોર મારી હતી. ઐયર કૃણાલની બોલિંગમાં બોલ્ટ દ્વારા ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થયો હતો. તેણે અને ધવને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. માર્કસ સ્ટોઈનિસ 13 રને સૂર્યકુમાર યાદવ અને રાહુલ ચહર દ્વારા રનઆઉટ થયો.

    દિલ્હી ટોસ જીતીને બેટિંગ લીધી હતી
    IPL 2020 સિઝનની 27મી મેચ આજે રવિવારે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં (Sheikh Zayed Stadium,Abu Dhabi ) રમાનારી છે. અહીં દિલ્હી કેપિટલ (delhi capitals) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) IPL 2020 ચેમ્પિયન બનવા માટે એક બીજા સાથે ટકરાશે આ મેટ માટે ટોસ થયો છે. જેમાં દિલ્હી કેપિટલે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. આમ મુંબઈ ઈન્ડિયન્સ હવે ફિલ્ડિંગ કરશે.



    મુંબઈની ટીમના ખેલાડીઓઃ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, ક્રૃનાલ પંડ્યા, જેમ્સ પટ્ટીન્સન, રાહુલ ચહર / જયંત યાદવ, ટ્રેન્ટ બૌલ્ટ, જસપ્રિત બુમરાહ

    દિલ્હીની ટીમના ખેલાડીઓઃ પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ યૈયર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કિપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટ્મિયર, એક્ઝર પટેલ, હર્ષલ પટેલ, આર અશ્વિન, કાગિસો રબાડા, એરીચ નોર્ટે
    Published by:ankit patel
    First published:October 11, 2020, 19:42 pm

    ટૉપ ન્યૂઝ