આ સાત દિગ્ગજોએ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 30, 2017, 9:19 PM IST
આ સાત દિગ્ગજોએ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

  • Share this:
ઘણા દિગ્ગજ ખેલાડીઓએ 2017માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જોકે, કેટલાક યુવા ખેલાડીએ આ જેન્ટલમેન ગેમમાં ડેબ્યૂ પણ કર્યું છે. તો આજે અમે તમને 2017માં જે દિગ્ગજોએ નિવૃતિ જાહેર કરી છે, તેમના વિશે માહિતી આપીશું.

આશીષ નહેરા- નહેરાએ ફિરોઝ શાહ કોટલામાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ ટી-20 રમતા આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે. નહેરાએ પોતાના કરિયરમાં કુલ 120 વનડે મેચ રમીને 157 વિકેટ ઝડપી છે. તે ઉપરાંત નહેરાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 23 રન આપીને 6 વિકેટ મેળવવાનો છે.

ડ્વેન સ્મિથ- આ કેરેબિયન ક્રિકેટરે માર્ચ 2017માં ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ડ્વેન સ્મિથે 105 વનડે રમીને 1560 રન બનાવ્યા છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 97 રન છે.

શાહિદ આફ્રિદી- 20 ફેબ્રુઆરી પાકિસ્તાનના ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આ વર્ષે ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. શાહિદ આફ્રિદીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 398 વનડે રમીને 8064 રન બનાવ્યા છે, તે ઉપરાંત 395 વિકેટ પણ મેળવી છે.

લ્યૂક રોંચી- ન્યૂઝીલેન્ડના આ વિકેટકિપર બેટ્સમેને બાંગ્લાદેશ વિરૂદ્ધ 9 જૂને 2017ના દિવસે અંતિમ મેચ રમી હતી. આ ખેલાડીએ 85 વનડે રમીને 1397 રન બનાવ્યા છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 170 રન છે.

મિસ્બાહ ઉલ હક્ક- હક્કે 10 મે 2017ના દિવસે વિન્ડીઝ વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. જોકે, આ વર્ષે તેને ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમને પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં કુલ 162 વનડે મેચ રમતા 5122 રન બનાવ્યા છે.યુનુસ ખાન- પાકિસ્તાનના સૌથી સફળ બેટ્સમેનમાંથી એક યુનુસ ખાને પોતાની ક્રિકેટ કરિયરનું સમાપન વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ મેચ રમતા 10 મે 2017માં કર્યુ. યુનુસે કુલ 265 વનડે મેચ રમતા 7249 રન બનાવ્યા છે. વનડેમાં તેનો બેસ્ટ સ્કોર 144 રન છે.

સઈદ અજમલ- પાકના આ ફિરકી બોલરે નવેમ્બર 2017માં નિવૃતિ લઈ લીધી હતી. સઈદે 35 ટેસ્ટ મેચમાં 178 વિકેટ ઝડપી છે, જ્યારે 113 વનડેમાં 184 વિકેટ પોતાના નામે કરી હતી.

 
First published: December 30, 2017, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading