Home /News /cricket /ઇરફાન પઠાણે પુછ્યું, શું Election આવી રહી છે? યુઝર્સનો સણસણતો જવાબ, તમારા મિત્ર ગંભીરને પૂછો!
ઇરફાન પઠાણે પુછ્યું, શું Election આવી રહી છે? યુઝર્સનો સણસણતો જવાબ, તમારા મિત્ર ગંભીરને પૂછો!
ઈરફાન પઠાણ ફાઈલ તસવીર
Irfan pathan Social media : પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) સાથે થયું છે. તેમણે એક એક ટ્વિટ કર્યું, જે સોશિયલ મીડિયા પર વાયરલ (viral) થઇ રહ્યું છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં ( social media) ક્યારે શું વાઇરલ થઇ જાય તે નક્કી નહી અને ખાસ કરીને સેલિબ્રિટિ અને ક્રિકેટરો (Celebrities and cricketers) જે પણ કઇ લખે છે અથવા પોસ્ટ કરે છે, તે વાયરલ થવાના ચાન્સ વધુ છે. જેથી ગમે તે લખતા પહેલાં તેમને વિચારીને જ પોસ્ટ કરવુ પડે છે. લોકો તેમના વિચારો ક્યાંના ક્યાં જોડી દેતા હોય છે. આવું જ પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) સાથે થયું છે. તેમણે એક એક ટ્વિટ કર્યું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. લોકો તેમના આ ટ્વિટને કર્ણાટક હિજાબ વિવાદ સાથે પણ જોડી રહ્યાં છે.
તેમના આ ટ્વિટનાં કારણે તેમને ક્રિકેટની દુનિયામાંથી બહાર નીકળવાની સલાહ પણ યુઝર્સ આપતા જોવા મળ્યા હતા. ઇરફાન પઠાણે એક ટ્વીટ કરીને લખ્યુ કે, શું ચૂંટણી આવી રહી છે? જેના જવાબમાં એક યુઝરે જવાબ આપી દીધો કે તમારા મિત્ર ગૌતમ ગંભીરથી પૂછો.
શા માટે થયું ટ્વિટ વાઇરલ?
પૂર્વ ભારતીય ક્રિકેટ ઇરફાને બુધવાર સવારે 10 વાગીને 4 મિનિટ પર ટ્વીટ કર્યું હતુ કે, શું ચૂંટણી આવી રહી છે? ઘણાં યુઝર્સ તેમને આ સવાલનો જવાબ આપતા જોવા મળ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ ઇરફાનને જવાબ આપ્યો કે, હા આજ કારણે તો કર્ણાટક હેરાન થઈ રહ્યું છે. તો એક યુઝરે કહ્યું કે, આના કારણે તો કોરોના ગાયબ થઈ ગયો છે. તો વળી એક યુઝરે જવાબ આપ્યો કે કોંગ્રેસ 2023 ચૂંટણીની તૈયારી કરી રહી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટરના સવાલના જવાબમાં એક યુઝરે તો એમ જ કહી દીધુ કે, તમારા મિત્ર ગૌતમને ગંભીરને પૂછો.. અન્ય એકે કહ્યું કે તમે નથી જાણતા? કયારેક ક્રિકેટની દુનિયાથી બહાર આઓ, જુઓ દેશમાં શું ચાલી રહ્યું છે.
ઇરફાન પઠાણ થોડા સમય પહેલા જ ક્રિકેટના મેદાન પર નજર આવ્યો હતો. લીજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ઇરફાને ઇન્ડિયા મહારાજા ટીમનવું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્લ્ડ જાયન્ટ્સ વિરુદ્ધ તેણે 1 વિકેટ લઇને 21 બોલ પર 56 રનની ઇનિંગ્સ રમી હતી.
ઇરફાન પઠાણે એશિયા લાયન્સ વિરુદ્ધ 2 વિકેટની સાથે 21 રન પણ બનાવ્યા હતા. કર્ણાટકનો હિજાબ વિવાદ પુરા દેશમાં ચર્ચાનો વિષય બનેલો છે. આ જ કારણે રાજ્યમાં 3 દિવસ માટે હાઈસ્કૂલો અને કોલેજોને પણ બંધ કરવામાં આવી છે. આજ કારણે ઇરફાન પઠાનના ટ્વીટને યુઝર્સ આ વિવાદ સાથે જોડી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર