નવી દિલ્હી : ભારતમાં સ્વચ્છતા (Clean india) માટે સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અનેક કલાકારો અને ક્રિકેટરો (Cricketer) આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને દેશને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈ રહ્યા છે. જોકે, આ સ્થિતિમાં કેટલાક લોકો એવા છે કે જે સ્વચ્છ ભારત અભિયાનને લપડાક મારવાનું કામ કરી રહ્યા છે. આ યાદીમાં નામ જોડાયું છે ટીમ ઇન્ડિયાના (Team india) પૂર્વ ઓલ રાઉન્ડર અને કમેન્ટેટર અજય જાડેજાનું (Ajay Jadeja). જાડેજાને ગામમાં ગંદકી ફેલાવવાનો દોષિત જાહેર કરાયો છે અને તેને પાલિકાએ 5,000નો દંડ પણ ફટકાર્યો છે.
ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા ઉત્તર ગોવાના નાચિનોલા (Goa nachinola Village) ગામમાં ગંદકી ફેલાવવા બદલ દોષી સાબિત થયા છે. અજય જાડેજાનો બંગલો એલ્ડોનામાં છે અને નજીકના ગામના સરપંચના જણાવ્યા મુજબ, આ પૂર્વ ક્રિકેટરે તેનો કચરો નાચીનોલા ગામમાં ફેંકી દીધો હતો. નચિનોલા ગામના સરપંચે માહિતી આપી હતી કે અજય જાડેજાએ કોઈ દલીલ કર્યા વિના 5000 રૂપિયાનો દંડ ભર્યો હતો.
સરપંચ ત્રૃપ્તિ બંડોડકરે કહ્યું, 'અમે ગામમાં ગંદકીથી કંટાળી ગયા છીએ. ગામમાં બહાર કચરો પણ ફેંકી દેવામાં આવી રહ્યો છે. અમે કેટલાક યુવાનોને ગામમાં કચરો સાફ કરવા મોકલ્યા હતા અને કચરો ફેંકનારા વિશે પણ તપાસ કરવાનું કહ્યું હતું.
અજય જાડેજાના નામે એક બિલ કચરાપેટીમાંથી બહાર આવ્યું. અમે તેમને ભવિષ્યમાં આવું ન કરવા સૂચના આપી હતી. આ પછી જાડેજાએ દંડ ભરવાની વાત કરી હતી. સરપંચે વધુમાં કહ્યું, 'અમને ગર્વ છે કે આપણા ગામમાં ઘણા પ્રખ્યાત ક્રિકેટરો રહે છે, પરંતુ આ લોકોએ કચરો ન ફેલાવવાનાં નિયમોનું પાલન કરવું જોઈએ.'
50 વર્ષના અજય જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમી હતી. જાડેજાએ વનડેમાં 6 સદીની મદદથી 5359 રન બનાવ્યા હતા, જ્યારે ટેસ્ટમાં 26.18 ની સરેરાશથી 576 રન જ બનાવી શક્યા હતા.. જાડેજા હાલમાં ક્રિકેટ નિષ્ણાત તરીકે જોવામાં આવે છે અને તે કોમેન્ટ્રીમાં હાથ અજમાવે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર