ભારતે પાકિસ્તાનને હરાવી વર્લ્ડ કપ જીત્યો, વલસાડમાં ઉત્સાહનો માહોલ

News18 Gujarati
Updated: January 20, 2018, 7:26 PM IST
ભારતે પાકિસ્તાનને હરાવી વર્લ્ડ કપ જીત્યો, વલસાડમાં ઉત્સાહનો માહોલ
38.2 ઓવરમાં જ પાકિસ્તાને આપેલા ટ્રાગેટનો પુરો કરી દઈ શાનદાર જીત મેળવી...

38.2 ઓવરમાં જ પાકિસ્તાને આપેલા ટ્રાગેટનો પુરો કરી દઈ શાનદાર જીત મેળવી...

  • Share this:
ભારતીય બ્લાઈંડ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી વર્લ્ડકપ પોતાને નામ કરી લીધો છે. શારજાહ સ્ટેડિયમાં રમવામાં આવેલ ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને નક્કી કરેલ 40 ઓવરમાં 8 વિકેટના નુકશાને 308 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે 308 રનનો પીછો કરી માત્ર 38.2 ઓવરમાં 8 વિકેટના નુકશાને લક્ષ્યાંક હાંશિલ કરી શાનદાર જીત મેળવી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ટોસ જીતી પાકિસ્તાનને પ્રથમ બેટિંગ સોંપી હતી. ભારતે બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. પહેલી બેટિંગ કરતા પાકિસ્તાને 308 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે 38.2 ઓવરમાં જ પાકિસ્તાને આપેલા ટ્રાગેટનો પુરો કરી દઈ શાનદાર જીત મેળવી છે.

મહત્વની એ વાત છે કે, ભારતની બ્લાઈંડ ટીમમાં ગુજરાતના વલસાડના બે ખેલાડી છે. ટીમ ઈન્ડીયામાં વલસાડના બે ખેલાડીનો સમાવેશ થયો છે. જેના કારણે હાલમાં ભારતની જીતને લઈ વલસાડમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. તમને જણાવી દઈએ કે, વલસાડના ધરમપુરના ઉગતા ગામના અનિલ ગારીયા અને ધરમપુરના રાજપુરી જંગલ ગામના ગણેશ મુંડરકરનો ભારતીય ટીમમાં સમાવેશ થયેલો છે. એટલું જ નહીં વાંસદાના નરેશ તૂંબડાનો પણ ટીમમાં સમાવેશ થયેલો છે.
First published: January 20, 2018, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading