ઈન્ડીયન પ્રિમિયર લીગના 22મા મુકાબલામાં હૈદરાબાદ માટે રમી રહેલ યુસુફ પઠાણે પોતાની પ્રેક્ટિસ અધવચ્ચે છોડી દીધી. મુંબઈ વિરુદ્ધ મેચ પહેલા હૈદરાબાદની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી, પરંતુ યુસુફ પઠાણ આ સમયે એક ખાસ વ્યક્તિને મળવા પહોંચી ગયો. આ કાસ વ્યક્તિ હતો તેનો નાનો ભાઈ ઈરફાન. ઈરફાન પઠાણ આઈપીએલ 11માં કોમેન્ટર તરીકે જોડાયેલો છે. મુંબઈ ઈન્ડીયન્સ અને હૈદરાબાદ વચ્ચેની મેચ પહેલા ઈરફાન પઠાણ ગ્રાઉન્ડ પર પહોંચ્યો અને યુસુફ આગળ વધી તેને ભેટી પડ્યો.
ત્યારબાદ યુસુફ પઠાણ અને ઈરાફાન પઠાણનો ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરવા લાગ્યો. તમને જણાવી દઈએ કે, યુસૂફ પઠાણને તેના નાનાભાઈ ઈરફાન પઠાણને સૌથી ફાસ્ટ આઈપીએલ અડધીસદી ફટકારવાની ચેલેન્જ આપી છે. પંજાબના ઓપનર કે એલ રાહુલે દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ માત્ર 14 બોલમાં અડધીસદી ફટકારી દીધી હતી, ત્યારબાદ પઠાણે પોતાના ભાઈને 13 બોલમાં અડધીસદી ફટકારવાનું કહ્યું છે.
મુંબઈ ઈન્ડીયન્સના બોલરોએ ઘેરેલુ મેદાન, વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે શાનદાર પ્રદર્શન કરતા આઈપીએલની 11મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 18.4 ઓવરમાં 118 રન પર જ ઓલઆઉટ કરી દીધા હતા. મુંબઈના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલીંગ કરી અને તેમના બોલરાઓએ સળંગ વિકેટો લઈ હાદરાબાદને મોટો સ્કોર બનાવવા ન દીધો. મુંબઈ માટે મિશેલ મૈક્લેધન, મયંક મારકંડે, હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી. મુસ્તફિજુર રહેમાનને એક સફળતા મળી. હૈદરાબાદ માટે કપ્તાન કેન વિલિયમસન અને યુસૂફ પઠાણે 29-29 રનનું યોગદાન આપ્યું. આ બંને સિવાય બે અન્ય બેટ્સમેન બે આંકડાનો રન બનાવી શક્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર