Home /News /cricket /VIDEO: ઈન્દોર મેચ દરમિયાન શું તમને સમજમાં આવ્યો કેપ્ટન રોહિતનો ઈશારો

VIDEO: ઈન્દોર મેચ દરમિયાન શું તમને સમજમાં આવ્યો કેપ્ટન રોહિતનો ઈશારો

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સિરીઝની બીજી મેચ ભારતે 88 રનોથી જીતી લીધી હતી. આ સાથે જ ટેસ્ટ અને વનડે બાદ ટી-20 સિરીઝ પર પણ ટીમ ઈન્ડિયાએ કબજો કરી લીધો હતો. કેપ્ટન રોહિથ શર્માની તોફાની બેટિંગ બાદ યૂઝવેન્દ્ર ચહલ અને કૂલદીપ યાદવ આગળ શ્રીલંકન ખેલાડીઓએ પોતાના હથિયાર નાંખી દીધા હતા.

રોહિતે 118 રનની ઝંઝાવાતી ઈનિંગ રમીને પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધી લીધો હતો. રોહિતે 35 બોલમાં સદી ફટકારીને સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં આવી ગયા છે. આ પહેલા મિલર પણ ટી-20 35 બોલમાં સદી ફટકારી ચૂક્યો છે. આમ રોહિત શર્માએ આ મેચમાં 43 બોલમાં 12 ફોર અને 10 સિક્સની મદદથી 118 રન બનાવીને ચમીરાની ઓવરમાં આઉટ થયો હતો.

મેચ દરમિયાન એક અનોખી વાત પણ જોવા મળી હતી. જ્યારે રોહિત શર્મા આઉટ થઈને પેવેલિયન ફરી રહ્યો હતો. ત્યારે ડ્રેસિંગ રૂમથી કોચ શાસ્ત્રીએ તેને ઈશારો કરીને પૂછ્યુ કે, બેટિંગ માટે કોને મોકલવાનો છે. 'રોહિતે શાસ્ત્રીને ઈશારો કરીને કહ્યું, ધોનીને મોકલો.'

ધોની આ મેચમાં ત્રીજા નંબર બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. ધોનીએ 21 બોલમાં બે સિક્સ અને બે ફોરની મદદથી 28 રન બનાવ્યા હતા. સિરીઝની પહેલી મેચમાં કેપ્ટને ધોનીને ચોથા નંબરે ઉતાર્યો હતો. સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્માના આ નિર્ણયના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.


First published:

Tags: India Vs SL, Ms dhoni, Team india, રોહિત શર્મા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन