IND-SA 3rd TEST: ભારતની 63 રનથી શાનદાર જીત

IND-SA 3rd TEST: ભારતની 63 રનથી શાનદાર જીત
ત્રીજા દિવસે શુક્રવારની રમત પિચ ખરાબ હોવાના કારણે અને વરસાદના કારણે સમય કરતા વહેલા જ સમાપ્ત કરી દેવામાં આવી...

ત્રીજા દિવસે શુક્રવારની રમત પિચ ખરાબ હોવાના કારણે અને વરસાદના કારણે સમય કરતા વહેલા જ સમાપ્ત કરી દેવામાં આવી...

  • Share this:
    ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જોહનિસબર્ગના વાંડરર્સ મેદાનમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે સાઉથ આફ્રીકાની ટીમ ભારતે આપેલા 248 રનના લક્ષ્યાંકનો પીછો કરી 73.3 ઓવરમાં 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ.

    ઉલ્લેખનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે પોતાની પહેલી પારીમાં 187 રન બનાવ્યા હતા, જેની સામે સાઉથ આફ્રિકાએ પોતાની પહેલી પારીમાં 194 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે પોતાની બીજી પારી રમી સાઉથ આફ્રિકાને જીતવા માટે 247 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, સામે સાઉથ આફ્રિકા પોતાની બીજી પારીમાં 177માં ઓલ આઉટ થઈ જતા ભારતની 63 રને શાનદાર જીત થઈ છે.



    ત્રીજી ટેસ્ટ મેચનું ગણિત

    IND - પ્રથમ પારી 187 રન, બીજી પારી 247 રન = ટોટલ રન 434
    RSA - પ્રથમ પારી 194 રન, બીજી પારી 177 રન = ટોટલ રન 371

    434  - ભારત
    - 371 - આફ્રિકા

    = 63 રને સાઉથ આફ્રિકાની હાર

    ઉલ્લેખનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટોટલ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ જેમાં બે ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાની જીત થઈ હતી, જ્યારે એક ટેસ્ટ મેચમાં ભારતની જીત થઈ છે. જેથી ત્રણ ટેસ્ટ મેચની સિરિઝ સાઉથ આફ્રિકાના નામે થઈ.

    કોણે કેટલા રન બનાવ્યા

    એડન માર્કર્મ 04 રન બનાવી આઉટ

    હાસીમ અમલા 52 રન બનાવી આઉટ

    એબી ડિવેલિયર્સ 06 રન બનાવી આઉટ

    ફેફ ડુ પ્લેસીસ 02 રન બનાવી આઉટ

    ડી કોક 00 રનમાં જ આઉટ

    વર્નોન ફિલાન્ડર 10 રન બનાવી આઉટ

    એન્ડીલે 00 રન માં જ આઉટ

    કેગીસો રબાડા 00 રન માં જ આઉટ

    મોર્ન મોર્કેલ પણ 00 રનમાં જ આઉટ

    લુન્ગીસાની 04 રન બનાવી આઉટ

    કોણે કેટલી વિકેટ લીધી

    ભુવનેશ્વરકુમારે 18 ઓવરમાં 39 રન આપી 01 વિકેટ લીધી
    મોહમ્મદ સામી 12.3 ઓવરમાં 28 રન આપી 05 વિકેટ લીધી
    જસપ્રિત બુમરાહ 21 ઓવરમાં 57 રન આપી 02 વિકેટ લીધી
    ઈશાંત શર્મા 16 ઓવરમાં 31 રન આપી 02 વિકેટ લીધી
    હાર્દિક પંડ્યા 06 ઓવરમાં 15 રન આપી 00 વિકેટ

    ત્રીજા દિવસે શું થયું હતું

    ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વાંડરર્સ મેદાનમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શુક્રવારની રમત પિચ ખરાબ હોવાના કારણે અને વરસાદના કારણે સમય કરતા વહેલા જ સમાપ્ત કરી દેવામાં આવી હતી.

    ત્રીજા દિવસે પિચમાં અસમાન ઉછાલના કારણે કેટલીએ વાર બેટ્સમેનો ઘાયલ થયા. જસપ્રીત બુમરાહની આવી જ એક બોલીંગમાં એલ્ગરના હેલ્મેટ પર બોલ વાગ્યો અને રમત રોકવી પડી. આ વચ્ચે વરસાદ પણ આવી ગયો અને રમત સમય કરતા પહેલા જ સમાપ્ત કરવાની જાહેરાત કરવી પડી.

    આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકા સામે 241 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારતે પોતાની બીજી પારીમાં 247 રન બનાવ્યા. આ પ્રમાણે તેને બીજી પારીના આધારે 240 રનની બઢત પ્રાપ્ત થઈ.
    Published by:kiran mehta
    First published:January 27, 2018, 15:43 pm

    ટૉપ ન્યૂઝ