સેહવાગે કહ્યું સૌરવ ગાંગુલી અધ્યક્ષ જ નહીં, બંગાળના CM પણ બનશે!

News18 Gujarati
Updated: October 31, 2019, 4:29 PM IST
સેહવાગે કહ્યું સૌરવ ગાંગુલી અધ્યક્ષ જ નહીં, બંગાળના CM પણ બનશે!
સૌરવ ગાંગુલી

વીરેન્દ્ર સેહવાગના કેરિયરમાં સૌરવ ગાંગુલીની મહત્વની ભૂમિકા છે તે વાત બધા જાણે છે. સ

  • Share this:
સૌરવ ગાંગુલી બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા તે પછી ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે 13 વર્ષ પહેલા તેમણે ગાંગુલીના બીસીસીઆઇ અધ્યક્ષ બનવાની ભવિષ્યવાણી કરી હતી. અને સાથે જ સહવાગે કહ્યું કે એક દિવસ દાદા સીએમ પણ બની શકે છે. ત્યારે સેહવાગે કહ્યું કે ગાંગુલી અધ્યક્ષ બન્યો તે ભવિષ્યવાણી તો સાચી થઇ ગઇ હવે તે સીએમ બને તે ભવિષ્યવાણી સાચી થવાની બાકી છે.

વીરેન્દ્ર સેહવાગે ઇન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. જ્યારે મેં પહેલીવાર સાંભળ્યું કે ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ બનશે તો મને વર્ષ 2007ની તે વાત યાદ આવી ગઇ. જ્યારે અમે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર હતા. અને કેપટાઉન ટેસ્ટ વખતે હું અને વસીમ જાફર આઉટ થઇ ગયા હતા. સચિન ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. પણ તે ના ગયો અને ત્યારે જ ગાંગુલીને ચોથા નંબર પર બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું. આ ગાંગુલીની કમબેક સીરિઝ હતી અને તેમની પર દબાવ હતો. પણ દબાવમાં પણ તેમણે જે રીતે બેટિંગ કરી તે ખાલી ગાંગુલી જ કરી શકે છે.

સેહવાગે વધુમાં લખ્યું કે તે દિવસે ડ્રેસિંગરૂમમાં અમને બધા ખેલાડીઓને લાગ્યું કે જો અમારા બધા ખેલાડીઓમાંથી કોઇ બીસીસીઆઇનો પ્રમુખ બની શકે છે તો તે દાદા જ છે. મેં તો તે પણ કહ્યું હતું કે એક દિવસ ગાંગુલી બંગાળના મુખ્યમંત્રી પણ બનશે. એક ભવિષ્યવાણી તો પૂરી થઇ ગઇ હજી એક બાકી છે.

વીરેન્દ્ર સેહવાગના કેરિયરમાં સૌરવ ગાંગુલીની મહત્વની ભૂમિકા છે તે વાત બધા જાણે છે. સહેવાગને મિડલ ઓર્ડર બેટિંગથી ઓપનર બનાવવા પાછળ ગાંગુલીનો જ હાથ છે. વળી ઓપનર તરીકે ગાંગુલીએ તેમને સફળ થવા અનેક તકો પણ આપી છે. ત્યારે જોવાનું તે રહે છે કે સહેવાગની બીજી ભવિષ્યવાણી ક્યારે સાચી સાબિત થાય છે.
First published: October 29, 2019, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading