Home /News /cricket /

વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ગ્લવ્સ પહેરીને જ રમશે ધોની

વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ગ્લવ્સ પહેરીને જ રમશે ધોની

એમએસ ધોનીના ગ્લવ્સ ઉપર રહેલું બલિદાન બેઝ

વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ચિન્હ સાથેના વિકેટકિપિંગ ગ્લવ્સ પહેરીને મેદાનમાં ઉતરનાર ટીમ ઇન્ડિયાના વિકેટકિપર એમ.એસ. ધોનીને બીસીસીઆઇનો સાથ મળ્યો છે.

  ન્યૂઝ18ગુજરાતીઃ વર્લ્ડ કપમાં બલિદાન બેઝના ચિન્હ સાથેના વિકેટકિપિંગ ગ્લવ્સ પહેરીને મેદાનમાં ઉતરનાર ટીમ ઇન્ડિયાના વિકેટકિપર એમ.એસ. ધોનીને બીસીસીઆઇનો સાથ મળ્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચાયેલી સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે નિવેદન આપ્યું છે કે, ધોનીએ આઇસીસીનો કોઇ નિયમ તોડ્યો નથી. પીટીઆઇ સાથેની વાતચીત દરમિયાન વિનોદ રાયે કહ્યું હતું કે, ધોનીના ગ્લવ્સમાં લાગેલા નિશાનનું ભારતીય વાયુ સેના કે સુરક્ષાદળો સાથે કોઇ સંબંધ નથી. આવી સ્થિતિમાં નિયમ તૂટવાનો કોઇ પ્રશ્ન જ ઊભો થતો નથી. વિનોદ રાયે જાણકારી આપી હતી કે, બીસીસીઆઈએ પહેલાથી જ ધોનીના મામલામાં આઇસીસીને અપીલ કરી દીધી છે.

  આ છે આસીસીનો નિયમ
  આઇસીસીનો નીયમ જી1 અંતર્ગત ખેલાડી કે ટીમ અધિકારી આર્મ બેન્ડ, કપડા કે કોઇ પણ અન્ય ઇક્વિપમેન્ટ થકી કોઇ વ્યક્તિગત સંદેશ મંજૂરી વગર પ્રદર્શિત ન કરી શકે. આ માટે ક્રિકેટ બોર્ડ અને આઇસીસી ક્રિકેટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટની મંજૂરી હોવી જોઇએ. રાજકીય, ધાર્મિક કે રંગભેદ દર્શાવતા સાધનોને મંજૂરી આપવામાં આવતી નથી.

  કોઇપણ સંદેશની સ્વીકૃતિનો અંતિમ અધિકાર આઇસીસીનો છે. જો કોઇ સંદેશને ખેલાડી કે બોર્ડ તરફથી મંજૂરી મળે છે પરંતુ આઇસીસી ક્રિકેટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ડ તેને નકારી શકે છે. આમ ખેલાડી કે ટીમ અધિકારીને આ સંદેશ આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રદર્શિત કરવાની મંજૂરી નથી.

  આને સરળ શબ્દોમાં કહીએ તો કોઇપણ સંદેશ માટે મંજૂરી જરૂરી છે. ધોનીએ મંજૂરી ન્હોતી લીધી. ભારતીય ક્રિકેટ પ્રશંસક અને કેલાક અધિકારી એ વાત કરે છે કે, લોગોમાં રાજકીય, ધાર્મિક કે રંગભેદ સંબંધી કોઇ સંદેશ નથી. આવી સ્થિતિમાં મંજૂરીની શું જરુર?

  શું પાકિસ્તાને ધોનીની ફરિયાદ કરી ?
  આવી સ્થિતિમાં પ્રશ્ન એ પણ થાય છે કે, બીસીસીઆઇએ આઇસીસીને પહેલાથી જ ધોનીના ગ્લવ્સ ઉપર સેનાના બેઝની જાનકારી આપી હતી. જોકે, હવે આઇસીસીને શું વાંધો છે એ પ્રશ્ન છે. એ પણ આશંકા છે કે પાકિસ્તાન તરફથી ધોનીની ફરિયાદ પણ કરવામાં આવી હોય. જોકે, બીસીસીઆઇ આ અંગે ધોની સાથે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Cricket world cup 2019, Ms dhoni

  આગામી સમાચાર