Home /News /cricket /રણજી ફાઈનલ: ગુરબાનીની હેટ્રિક, 44 વર્ષ પછી આવુ પહેલી વાર

રણજી ફાઈનલ: ગુરબાનીની હેટ્રિક, 44 વર્ષ પછી આવુ પહેલી વાર

સેમીફાઈનલમાં વિદર્ભની જીતના હીરો રહ્યાં રજનીશ ગુરબાનીએ રણજી ફાઈનલમાં પણ કમાલ કરી દીધી છે. દિલ્હી વિરુદ્ધ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહેલ ફાઈનલના બીજા દિવસે 24 વર્ષના ગુરબાનીએ હેટ્રિક મારી દીધી છે. રાઈટ આર્મ મીડિયમ પેસર ગુરબાનીએ પોતાની હેટ્રિકથી દિલ્હીને પહેલા જ ભાગમાં 295 રન પર સમેટી દીધું છે.

રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ 76મી હેટ્રિક છે પરંતુ ફાઈનલની વાત કરીએ તો આ માત્ર બીજીવાર છે. આની પહેલા 1973માં ગુજરાતના બી કલ્યાણ સુંદરમના મુંબઈ વિરૂદ્ધ રણજી ફાઈનલમાં હેટ્રિક લગાવી છે. મજાની વાત છે કે ગુરબાનીની જેમ તે પણ રાઈટ આર્મ મીડિયમ પેસર હતાં.

ગુરબાનીની આ હેટ્રિકની ખાસ વાત એ રહી છે કે તેમણે આ ઉપલ્બ્ધિ એક ઓવરમાં નહીં પરંતુ બે ઓવરમાં પુરી કરી છે અને તે પણ બોલ્ડ કરીને. આ બીજી હેટ્રિક છે. કર્નાટકના ફાસ્ટ બોલર વિનય કુમારે ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈ સામે હેટ્રિક લીધી હતી. ગપરબાનીએ મેચના 101મી ઓવરની પાંચમા અને છેલ્લા બોલમાં વિકેટ લીધી હતી જેના પછીની ઓવરના પહેલા બોલમાં જ વિકેટ લીધી હતી.
First published:

विज्ञापन
विज्ञापन