Nidahas Trophy 2018: શ્રીલંકાને પછાડી દેશે રોહિત શર્માની આ ટીમ

News18 Gujarati
Updated: March 5, 2018, 10:09 PM IST
Nidahas Trophy 2018: શ્રીલંકાને પછાડી દેશે રોહિત શર્માની આ ટીમ
ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વરકુમાર, જસપ્રિત બુમરાહ, કુલદિપ યાદવ અને હાર્દિક પંડ્યા વગર શ્રીલંકામાં શરૂ થતી ઈન્ટરનેશલ ટ્રાઈ સિરીઝમાં ઉતરવા જઈ રહી છે...

ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વરકુમાર, જસપ્રિત બુમરાહ, કુલદિપ યાદવ અને હાર્દિક પંડ્યા વગર શ્રીલંકામાં શરૂ થતી ઈન્ટરનેશલ ટ્રાઈ સિરીઝમાં ઉતરવા જઈ રહી છે...

  • Share this:
ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વરકુમાર, જસપ્રિત બુમરાહ, કુલદિપ યાદવ અને હાર્દિક પંડ્યા વગર શ્રીલંકામાં શરૂ થતી ઈન્ટરનેશલ ટ્રાઈ સિરીઝમાં ઉતરવા જઈ રહી છે, પરંતુ રોહિત શર્માની આગેવાનીમાં આ ટીમ પોતાના વિરોધીઓને હરાવવાનો દમ રાખે છે. આ ટી-20 સીરિઝમાં ટીમ ઈન્ડીયા અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટીમ બાંગ્લાદેશ પણ છે.

ટુર્નામેન્ટની શરૂઆત શ્રીલંકા અને ભારત વચ્ચે આવતી કાલે એટલે કે, 6 માર્ચથી શરૂ થશે. ટીમ ઈન્ડીયાની કમાન રોહિત શર્માના હાથમાં હશે, તો શ્રીલંકા ટીમ દિનેશ ચાંડીમાલની આગેવાનીમાં રમશે. આઈસીસી રેંકિંગના હિસાબે જોવામાં આવે તો, અહીં ટીમ ઈન્ડીયા પ્રતિદ્વંદી ટીમ કરતા આગળ જણાઈ રહી છે. કારણ કે, ટીમ ઈન્ડીયાની રેંકિંગ 3 છે તો, શ્રીલંકા 8માં નંબર પર છે. જ્યારે આ સત્રમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 18 ઈન્ટરનેશલ મેચ(6 ટેસ્ટ, આઠ વન ડે અને ચાર ટી-20) રમ્યા છે. જેમાં બારતનો દબદબો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.

ભારતની સંભવીત ટીમ - રોહિત શર્મા (કપ્તાન), શિખર ધવન, સુરેશ રૈના, કેએલ રાહુલ, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, દિપક હુડ્ડા, યુજવેન્જ્ર ચહલ, અ7ર પટેલ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ.

પલટવાર કરી શકે છે શ્રીલંકા
શ્રીલંકા પાછળના કેટલાક મહિનામાં ટીમ ઈન્ડીયા વિરુદ્ધ ક્રિકેટના તમામ ફોર્મેટમાં કઈ ખાસ કમાલ નથી કરી શકી, પરંતુ બાંગ્લાદેશમાં ટ્રાઈ સિરીઝ જીત્યા બાદ ખેલાડીઓનું મનોબળ મજબૂત થયું છે. શ્રીલંકા ટીમ પાસે કપ્તાન દિનેશ ચાંડીમલ સિવાય ઉપુલ થરંગા, કુસાલ મેંડિસ, કુસાલ પરેરા, સુરંગા લકમલ, સ્પિનર અકિલા દનંજય, જેવા શાનદાર ખેલાડી છે, જે એકલા મેચને પલટી શકે છે.
First published: March 5, 2018, 10:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading