IndvsSA 2nd T20: વિરાટ સેના વિરુદ્ધ વાપસી કરી શકશે આફ્રિકા?

ભારત જો ત્રણે મેચની સીરિઝમાં આફ્રિકાને ક્લિન સ્વીપ કરશે તો આઈસીસી ટી-20 ટીમ રેંકિંગમાં...

ભારત જો ત્રણે મેચની સીરિઝમાં આફ્રિકાને ક્લિન સ્વીપ કરશે તો આઈસીસી ટી-20 ટીમ રેંકિંગમાં...

  • Share this:
    શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ભારતીય ટીમ આજે બીજી ટી-20 આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં જ્યારે ઉતરશે ત્યારે ત્રણે ફોર્મેટમાં નંબર વન બનવાના ઈરાદા સાથે ઉતરશે. પરંતુ વધારે પડતા આત્મવિશ્વાસથી ટીમે બચવું પડશે, કારણ કે, સાઉથ આફ્રિકા ટીમ પણ સીરિઝ જીવેત રાખવા માટે પોતાના તરફથી આજે ખુબ પ્રયાસ કરશે. ભારતીય ટીમે જોહનિસબર્ગમાં પહેલી ટી-20 મેચ 28 રનથી જીતી હતી અને પોતાના આ પ્રદર્શનને ફરી તે જાળવી શકશે તો આજની બીજી મેચ જીતવામાં સફળ થઈ શકશે.

    ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર્યા બાદ ભારતે વન-ડે સિરીઝ 5-1થી જીતી અને હવે ટી-20 સીરિઝ જીતી સુખદ અંત કરવાની કોશિસ કરશે. ભારત જો ત્રણે મેચની સીરિઝમાં આફ્રિકાને ક્લિન સ્વીપ કરશે તો આઈસીસી ટી-20 ટીમ રેંકિંગમાં તે બીજા નંબર પર પહોંચી જશે, પરંતુ જો ઓસ્ટ્રેલિયા બુધવારે ન્યુઝિલેન્ડને ટી-20 ત્રિકોણીય સિરીઝની ફાઈનલમાં હરાવી દે છે તો ભારતીય ટીમ ત્રીજા નંબર પર જ રહેશે.

    વિરાટની રમવાની આશા
    ભારતીય ટીમ શીબીર તરફથી મળતી માહિતી મુજબ, કપ્તાન વિરાટ કોહલી મેચ શરૂ થાય તે પહેલા ફીટ થઈ જશે. તે આગળની મેચમાં છેલ્લી ક્ષણોમાં ઘાયલ થયો હતો, અને તેના કુલ્હામાં થોડી મુશ્કેલી સર્જાઈ હતી. ટીમ મેનેજમેન્ટે જોકે તેને ગંભીર નથી જણાવ્યું. જેથી પુરી આશા છે કે, તે બીજા મુકાબલામાં જરૂરથી ટસ માટે આશે. કોહલીને ડરબનમાં પહેલી વન-ડે દરમ્યાન ઘુંટણના દર્દમાં પરેશાની થઈ હતી, પરંતુ તેને ગણકાર્યા વગર શાનદાર સદી ફટકારી હતી.

    મુકાબલામાં ટકી રહેવા માટે મેદાનમાં ઉતરશે સાઉથ આફ્રિકા
    બીજી બાજુ દક્ષિણ આફ્રિકા આઠ દિવસની અંદર બીજી વખત કરો યા મરોની સ્થિતિ પર આવી ગઈ છે. જોકે, તેની પરેશાની હજુ ખતમ નથી થઈ. હવે એબી ડિવેલિયર્સ ટી-20 સીરિઝથી બહાર થઈ ગયો છે. જોકે, તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને રાખવામાં નથી આવ્યો જેથી જેપી ડુમિનીએ હાલમાં જે ખેલાડીઓ છે તેમાંથી જ તેનો વિકલ્પ પસંદ કરવો પડશે.

    ભારત ટીમ
    વિરાટ કોહલી(કપ્તાન), શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, શ્રેયશ અય્યર, મનીષ પાંડે, દિનેસ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર

    દક્ષિણ આફ્રિકા ટીમ
    જેપી ડુમિની (કપ્તાન), ફરહાન બેહાર્દિયન, જુનિયર ડાલા, રીજા હેન્ડ્રીક્સ, ક્રિસ્ટિયન જોનેકર, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ક્રિશ મોરિસ, ડેન પીટરસન, એરોના ફાંગિસો, એંડેલ ફેલુકવાયો, તબરેજ શમ્સી, જોન-જોન સ્મ્ટ્સ
    Published by:kiran mehta
    First published: