આઈપીએલ-11ની 339મી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શાનદાર મુકાબલો શરૂ થઈ ગયો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. જેમાં રોયલ ચેલેન્દર્સ બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરી 09 વિકેટના નુકશાને 20 ઓવરમાં 146 રન બનાવી બેંગ્લોરને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20 ઓવરના અંતે 06 વિકેટના નુકશાને 141 રન બનાવી શક્યું. આ રીતે સનરાઈજર્સ હૈદરાબાદની 05 રને શાનદાર જીત થઈ છે. સાથે બેંગ્લોર આઈપીએલની ફરિફાઈમાંથી હવે બહાર ફેકાઈ ગઈ છે.
બેંગ્લોર - કોણે કેટલી વિકેટ લીધી
મોઈન અલીએ 03 ઓવરમાં 19 રન આપી એક પણ વિકેટ ન લીધી
ઉમેશ યાદવએ 04 ઓવરમાં 36 રન આપી એક વિકેટ લીધી
ટિમ સાઉદીએ 04 ઓવરમાં 30 રન આપી ત્રણ વિકેટ લીધી
મોહમ્મદ સિરાજે 04 ઓવરમાં 25 રન આપી ત્રણ વિકેટ લીધી
યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 25 રન આપી એક વિકેટ લીધી
કોલીન ડીએ 01 ઓવરમાં 08 રન આપી એક પણ વિકેટ ન લીધી