આ છે ભારતીય ક્રિકેટનો નવો 'વંડર બોય'

પૃથ્વી શોએ હેરિસ શિલ્ડથી શરૂ કરી પોતાની સફળતાની સફર અંડર-19થી લઈ રણજી અને દિલિપ ટ્રોફી સુધી...

News18 Gujarati
Updated: January 13, 2018, 10:21 AM IST
આ છે ભારતીય ક્રિકેટનો નવો 'વંડર બોય'
પૃથ્વી શોએ હેરિસ શિલ્ડથી શરૂ કરી પોતાની સફળતાની સફર અંડર-19થી લઈ રણજી અને દિલિપ ટ્રોફી સુધી...
News18 Gujarati
Updated: January 13, 2018, 10:21 AM IST
ભારતીય ક્રિકેટમાં સમય-સમયે ઉભરતી કિશોરોની પ્રતિભા ક્રિકેટ સાથે જોડાયેલ લોકોમાં રોમાંચ પેદા કરતી રહે છે, તેમાં મુંબઈ ક્રિકેટનું ઘણું યોગદાન રહેલું છે. 1985માં મુંબઈના સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની જોડીએ હેરિસ શિલ્ડમાં 600 પ્લસની પાર્ટનરશીપે દરેકને ચોંકાવ્યા હતા, તો તેના લગભગ 25 વર્ષ બાદ મુંબઈના જ સરફરાજ ખાને સ્કુલ ક્રિકેટમાં 439 રન એક પારીમાં બનાવી એક નવો કિર્તિમાન રચ્યો હતો. ત્યારબાદ 2010-11 સીઝનમાં મુંબઈના જ એક વિદ્યાર્થી અરમાન જાફરે 498 રનની પારી રમી એક નવો જ રેકોર્ડ બનાવ્યો હતો.

આ બધા વચ્ચે 2014માં હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં મુંબઈના એક 14 વર્ષીય કિશોરે એક એવું પરાક્રમ કર્યું કે, મોટા-મોટા ક્રિકેટ વિશેષજ્ઞોની નજર તેના પર છે. આ છોકરાએ રિજવી સ્પિંગ ફીલ્ડ સ્કુલ તરફથી રમવા ઉતર્યો હતો અને માત્ર 330 બોલમાં 85 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 546 રન ઠોકી દીધા. જે માઈનોર ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ છે. આ ખેલાડીનું નામ છે પૃથ્વી પંકજ શો.

સ્કુલી ક્રિકેટમાં મોટા-મોટા ધમાકા કરવવાળા કિશોર સમયના વાવાઝોડામાં ક્યાંય ગુમ થઈ જતા હોય છે, પરંતુ પૃથ્વી શોએ હેરિસ શિલ્ડથી શરૂ કરી પોતાની સફળતાની સફર અંડર-19થી લઈ રણજી અને દિલિપ ટ્રોફી સુધી લઈ જઈ સાબિત કરી દીધુ કે સ્કુલ સમયમાં તમામને ચોંકાવનારી તેને બેટિંગ કરી હતી. પૃથ્વીએ પોતાની બેટિંગથી જે કમાલ કરી છે, તે જોઈને જ તેને ભારતીય ક્રિકેટના નવા 'વંડર બોય'નું સન્માન મળ્યું છે.
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...