ટિમ સાઉથીએ ભલભલા બેટ્સમેનોને હંફાવ્યા, સિક્સરો ફટકારવામાં રોહિત-કોહલી પણ પાછળ

ફાઈલ તસવીર

ટિમ સાઉથીનું નામ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રિકી પોન્ટિંગ, એબી ડી વિલિયર્સથી પહેલા આવે છે. તેણે મંગળવારે ભારત સામે 2 સિક્સર ફટકારીને રિકી પોન્ટિંગ ને પણ પાછળ છોડી દીધા હતા.

  • Share this:
નવી દિલ્હીઃ ટિમ સાઉથી (Tim Southee) હાલની ન્યુઝીલેન્ડની ટીમનો (New Zealand team) સૌથી સફળ બોલર છે. તેની સ્વિંગ બોલિંગ (Swing bowling) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final)ની ફાઇનલમાં ભારતીય બેટ્સમેનને (Indian batsmen) હેરાન કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ન્યુઝીલેન્ડનો આ બોલરે બેટિંગમાં મોટા દિગ્ગજોને પડકાર આપ્યા છે. જ્યારે લાંબા સિક્સર ફટકારવાની વાત આવે છે, ત્યારે ટિમ સાઉથીનું નામ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રિકી પોન્ટિંગ, એબી ડી વિલિયર્સથી પહેલા આવે છે. તેણે મંગળવારે ભારત સામે 2 સિક્સર ફટકારીને રિકી પોન્ટિંગ(Ricky Ponting)ને પણ પાછળ છોડી દીધા હતા. તે ટૂંક સમયમાં એમએસ ધોની(MS Dhoni)ને પણ પાછળ છોડી શકે છે.

32 વર્ષીય ટિમ સાઉથીએ ભારત સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ(IND vs NZ WTC Final) માં 46 બોલમાં 30 રન બનાવ્યા છે. તેણે પોતાની ઇનિંગ્સમાં બે સિક્સર ફટકારી હતી. આ સાથે સાઉથીની ટેસ્ટ કારકિર્દીમાં કુલ છગ્ગાની સંખ્યા 75 થઇ ગઈ છે. આ મેચ પહેલા સાઉથી અને રિકી પોન્ટિંગ 73-73 છગ્ગા સાથે બરાબર હતા.

ટિમ સાઉથીએ 79 ટેસ્ટ મેચોમાં 75 સિક્સર ફટકારી છે. હવે તે સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ટોપ -15 બેટ્સમેનોમાં સામેલ થયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમના નામે છે. તેણે 101 મેચોમાં 107 સિક્સર ફટકારી છે. તો ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ 100 છગ્ગા સાથે બીજા ક્રમે છે.

આ પણ વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

સૌથી વધુ સિક્સરની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની 78 સિક્સર સાથે 14મા સ્થાને છે. એમએસ ધોની હવે ટિમ સાઉથીનું લક્ષ્ય છે. તેને ધોનીને પાછળ છોડી દેવા માટે માત્ર 4 છગ્ગાની જરૂર છે.

આ પણ વાંચોઃ-દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સિક્સર લગાવવાના મામલે વિરેન્દ્ર સેહવાગ ભારતીય ક્રિકેટરોમાં પ્રથમ ક્રમે છે. તેણે 104 મેચોમાં 91 સિક્સર ફટકારી છે. વિશ્વના સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે સેહવાગ મેક્કુલમ, ગિલક્રિસ્ટ, ક્રિસ ગેલ અને જેક કાલિસ પછી પાંચમાં સ્થાને છે.



ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 69 સિક્સર ફટકારી છે. આવી જ રીતે વનડે ક્રિકેટમાં લાંબા લાંબા સિક્સર ફટકારનારા સૌરવ ગાંગુલીના ટેસ્ટ ક્રિકેટમાં 57 સિક્સર છે. વર્તમાન ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોમાં રોહિત શર્મા 59 છગ્ગા સાથે મોખરે છે. તો વિરાટ કોહલીના નામે 22 સિક્સર છે.
First published: