શા માટે પ્લેઇંગ XIમાં ન્હોતા ગૌતમ ગંભીર, શ્રેયસ અય્યરે આપ્યું કારણ

આ મેચમાં સૌનું ધ્યાન ખેંચ એવી બાબત એ છે કે આ મેચમાં પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરનું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જ ન્હોતું

આ મેચમાં સૌનું ધ્યાન ખેંચ એવી બાબત એ છે કે આ મેચમાં પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરનું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જ ન્હોતું

  • Share this:
    આઇપીએલની સિઝન 11ના 26માં મુકાબલામાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં દિલ્હી ડેયરડેવિલ્સ અને કોલકત્તા નાઇટરાઇડર્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં દિલ્હીના એક નવા કેપ્ટન શ્રેયસ અય્યરની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું છે.

    શ્રેયસ અય્યરે તોફાની બેટિંગ કરીને 40 બોલમાં 93 રન બનાવ્યા હતા. તેમની ધુંઆધાર ઇનિંગમાં 10 સિક્સનો સમાવેશ થાય છે. શ્રેયસની બેટિંગની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં 219 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. આમ દિલ્હીએ કોલકત્તાને 55 રનથી હરાવીને આઈપીએલ સિઝન 11ની બીજી જીત નોંધાવી હતી.

    આ મેચમાં સૌનું ધ્યાન ખેંચ એવી બાબત એ છે કે આ મેચમાં પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરનું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન જ ન્હોતું. ગંભીરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે મળેલી હાર પછી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ જોકે પરેશાન કરનારી વાત એ છે તે આ પછી તેમને ટીમમાં પણ જગ્યા મળી ન્હોતી.

    આ વાતનો ખુલાસો કરતા શ્રેયસ અય્યરે કહ્યું હતું કે, ગૌતમ ગંભીરને ટીમમાં ન રાખવાનો નિર્ણય મારો નથી પરંતુ તેઓ જાતે જ ટીમમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. ટીમ માટે પણ આવો નિર્ણય લેવો સરળ નથી. એટલા માટે તેમના વખાણ થવા જોઇએ. અય્યરે જીતનો શ્રેય આખી ટીમને આપતા કહ્યું હતું કે, ઓપનિંગ બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી. જેનાથી ટીમનો સારો ફાયદો મળ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-11માં દિલ્હીની 7 મેચોમાં બીજી જીત હતી. હવે દિલ્હી ટેબલ સ્ટોરમાં 4 અંકોની સાથે 7માં નંબર ઉપર છે. દિલ્હીને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે લગભગ બધી જ મેચોમાં જીતવી પડશે.
    Published by:Ankit Patel
    First published: