અનોખી મેચ : 9 ખેલાડી 0 રને આઉટ, ટીમનો સ્કોર સાંભળીને રહી જશો દંગ

Margi | News18 Gujarati
Updated: November 24, 2017, 5:43 PM IST
અનોખી મેચ : 9 ખેલાડી 0 રને આઉટ, ટીમનો સ્કોર સાંભળીને રહી જશો દંગ
ક્રિકેટ મેદાન પર આપણને ઘણીવાર અજીબો-ગરીબ કારનામાં જોવા મળી જતા હોય છે. પરંતુ તમે વિચારી શકો છો કે, એક ટીમ તરફથી 11 ખેલાડી બેટિંગ કરવા ઉતરે અને આખી ટીમ માત્ર 2 રન બનાવીને ઓલઆઉટ થઈ જાય...

ક્રિકેટ મેદાન પર આપણને ઘણીવાર અજીબો-ગરીબ કારનામાં જોવા મળી જતા હોય છે. પરંતુ તમે વિચારી શકો છો કે, એક ટીમ તરફથી 11 ખેલાડી બેટિંગ કરવા ઉતરે અને આખી ટીમ માત્ર 2 રન બનાવીને ઓલઆઉટ થઈ જાય...

  • Share this:

ક્રિકેટ મેદાન પર આપણને ઘણીવાર અજીબો-ગરીબ કારનામાં જોવા મળી જતા હોય છે. પરંતુ તમે વિચારી શકો છો કે, એક ટીમ તરફથી 11 ખેલાડી બેટિંગ કરવા ઉતરે અને આખી ટીમ માત્ર 2 રન બનાવીને ઓલઆઉટ થઈ જાય. અસલમાં બીસીસીઆઈ અંડર-19 વનડે સુપર લિગ મેચમાં કેરલ અને નાગાલેન્ડની મહિલા ટીમની ટક્કર થઈ હતી. જેમાં નાગાલેન્ડની મહિલા ટીમ માત્ર 2 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ દરમિયાન માત્ર 1 ખેલાડી જ પોતાનું ખાતું ખોલી શકી હતી. તે ઉપરાંત ટીમને એક રન એકસ્ટ્રાના રૂપમાં મળી ગયો હતો.17 ઓવર સુધી ચાલેલી આ ઈનિંગમાં ઓપનર જોડીના રૂપમાં મેમનકા અને મુસ્કાન મેદાનમાં ઉતરી હતી. મેનકાએ પોતાનું ખાતું ખોલ્યુ અને કેટલાક બોલ બાદ વાઈડના રૂપમાં વધારોન એક રન મળ્યો હતો. 5.2 ઓવરમાં નાગાલેન્ડને પહેલો ફટકો લાગ્યો હતો અને ત્યાર બાદ ટપોટપ તું જા અને હું આવું તેવું થઈ ગયું અને આખી ટીમ બે રને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.વિકેટ સતત પડી રહી હતી પરંતુ ટીમના ખાતામાં એકપણ જોડાઈ રહ્યો નહતો. આમ અંતે ટીમ શરમજનક રીતે 9 બેટ્સમેન ખાતું ખોલી શક્યા નહતા અને ટીમ માત્ર 17 ઓવરમાં જ 0.12ની એવરેજથી 2 રન પર જ તંબુ ભેગી થઈ ગઈ હતી.


કેરલ તરફથી કેપ્ટન મિન્નૂ માનીએ 4 વિકેટ ઝડપી, જ્યારે સૌરભીને 2 અને સાંદ્રા સુરેન અને બીબી સેબેસ્ટિનને 1-1 સફળતા હાથ લાગી હતી. કેરલ તરફથી ખુબ જ સાધારણ ટાર્ગેટનો પીછો કરતાં સલામી બેટ્સમેન અંશૂએ પહેલા જ બોલે ફોર ફટકારીને મેચ જીતી લીધી હતી. આ એક એવી જીત હતી, જેની કલ્પના ખુદ કેરલ પણ કરી શકતું નહતું.

First published: November 24, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading