IPL 2018: માત્ર 30 લાખમાં વેંચાયો કરોડપતિ બિરલાનો દિકરો
IPL 2018: માત્ર 30 લાખમાં વેંચાયો કરોડપતિ બિરલાનો દિકરો
આઈપીએલ 2018ની હરાજીમાં કેટલાએ મોકા એવા આવે છે, કે જે હેરાન કરી દે તેવા હોય છે. એવા કેટલાએ દિગ્ગજ અને આઈપીએલના સ્ટાર ખેલાડી હતા, જેમને કોઈ ટીમે ન ખરીદ્યા. જ્યારે કેટલાએ એવા યુવા ખેલાડીઓ છે જે રાતો રાત લખપતી બની ગયા. પરંતુ આવા જ યુવા ક્રિકેટર્સમાં એક ખેલાડી એવો છે જેને ફ્રેંચાઈઝીએ 30 લાખમાં ખરીદ્યો, પરંતુ આ ખેલાડી પહેલાથી જ કરોડોપતિ છે.
એક ખેલાડી એવો છે જેને ફ્રેંચાઈઝીએ 30 લાખમાં ખરીદ્યો, પરંતુ આ ખેલાડી પહેલાથી જ કરોડોપતિ છે...
આઈપીએલ 2018ની હરાજીમાં કેટલાએ મોકા એવા આવે છે, કે જે હેરાન કરી દે તેવા હોય છે. એવા કેટલાએ દિગ્ગજ અને આઈપીએલના સ્ટાર ખેલાડી હતા, જેમને કોઈ ટીમે ન ખરીદ્યા. જ્યારે કેટલાએ એવા યુવા ખેલાડીઓ છે જે રાતો રાત લખપતી બની ગયા. પરંતુ આવા જ યુવા ક્રિકેટર્સમાં એક ખેલાડી એવો છે જેને ફ્રેંચાઈઝીએ 30 લાખમાં ખરીદ્યો, પરંતુ આ ખેલાડી પહેલાથી જ કરોડોપતિ છે.
કોમ છે આર્યમાન - આ ખેલાડીનું નામ આર્યમાન વિક્રમ બિરલા છે. આર્યમાન ભારતીય, પૈસાદારોના લીસ્ટમાં બિરલા ગ્રુપનો કર્તાહર્તા અને 12.5 બિલિયન ડોલર (80688 કરોડ રૂપિયા)ની સંપત્તિના માલિક કુમાર મંગલમ બિરલાનો દીકરો છે.
પહેલા રહ્યા હતા અનસોલ્ડ - આર્યમાનને રાજસ્થાન રોયલ્સે હરાજીના બીજા દિવસે 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડમાં તેને કોઈએ ખરીદ્યો ન હતો. પરંતુ બીજા રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સે તેને ખરીદ્યો.
20 વર્ષનો આર્યમાન ઓલરાઉન્ડર છે. પહેલા આર્યમાન મુંબઈમાં રમતો હતો, પરંતુ કેટલીએ કોશિસ બાદ પણ તે રણજી ટીમમાં પોતાની જગ્યા ન બનાવી શક્યો, આર્યમાન ડાભાહાથનો બેટ્સમેન અને સ્પિનર છે.
આર્યમાને ગત વર્ષે જ મધ્યપ્રદેશ માટે પોતાની પહેલી રણજી ટ્રોફી મેચ રમી પોતાની ફર્સ્ટ ક્લાસ કરીયરની શરૂઆત કરી. આ મેચમાં તેણે પોતાની બંને પારીમાં 22 રન બનાવ્યા. બે ઓવર બોલિંગ પણ કરી, પરંતુ વિકેટ મળી ન હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર