Home /News /cricket /

આજે ભારત VS સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ

આજે ભારત VS સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ

સેંચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમવામાં આવશે ભારત અને સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ...

સેંચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમવામાં આવશે ભારત અને સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ...

    ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો સેંયુરિયનમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડીયાએ સારી શરૂઆત કરવા છતાં પહેલી ટેસ્ટ મેચમાં 72 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. પરંતુ આ વખતે ટીમ ઈન્ડીયા ઈતિહાસ રચવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

    સાઉથ આફ્રિકાની પીચ ફાસ્ટ અને ઉછાળભરી છે. જેથી આ પ્રવાસ ભારત માટે કઠીન માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસમાં હવે એ જોવાનું છે કે ભારતીય ટીમ 25 વર્ષના ઈતિહાસને બદલી શકે છે. ભારત અને સાઉથ આફ્રિકા  વચ્ચે ત્રણ ટેસ્ટ, 6 વન ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમાવાની છે.

    ક્યાં જોઈ શકો છો લાઈવ ટેલિકાસ્ટ:
    ટેન સ્પોર્ટ્સ/એચડી, સોની સિક્સ/એચડી પર થશે

    ક્યાં રમાશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
    સેંચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમવામાં આવશે ભારત અને સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ

    ક્યાં જોઈ શકો છો લાઈવ સ્ટ્રીમિંગ
    સોની લીવ પર જોઈ શકશો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચનું લાઈવ સટ્રીમિંગ

    શું છે શરૂ થવાનો સમય
    ટેસ્ટ સીરિઝની ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી મેચ બપોર 1.30 કલાકે શરૂ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: India vs south africa 2nd test match, Live, Match, National cricket, Online, Score, Sony liv, Streaming, Team, Ten sports, Watch live cricket, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन