LIVE T-20: ભારતને પહેલો ઝટકો, રોહિત શર્મા આઉટ

News18 Gujarati
Updated: February 24, 2018, 9:50 PM IST
LIVE T-20: ભારતને પહેલો ઝટકો, રોહિત શર્મા આઉટ
સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી ભારતને પ્રથમ બેટિંગ સોંપી...

સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી ભારતને પ્રથમ બેટિંગ સોંપી...

  • Share this:
ભારતીય ટીમ પહેલી વાર ન્યૂલેંડ્સના મેદાનમાં ટી-20 રમવા ઉતરી પડી છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી ભારતને પ્રથમ બેટિંગ સોંપી છે.

ભારતીય ટીમ ત્રીજી અને નિર્ણાયક ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઉતરી ચુકી છે. આજે ભારતીય ટીમનો ઈરાદો ઉતાર-ચઢાવ ભરેલ રહેલ આ સિરિઝમાં જીત મેળવી શાનદાર અંત લાવવાનો હશે.

બીજી ટી 20 મેચમાં ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે આખરી મેચ જીતી સિરિઝ પર કબ્જો જમાવવાના ઈરાદે ટીમ ઉતરી છે. હાલમાં ત્રણ મેચની સિરિઝમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે.

ભારત ન્યૂલેંડ્સના આ સ્ટેડિયમ પર પહેલીવાર ટી-20 મેચ રમી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા આ મેદાનમાં આઠ ટી-20 રમી ચુકેલ છે. જેમાંથી 3માં જીત મળી હતી અને પાંચમાં હાર થઈ હતી.

 
First published: February 24, 2018, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading