IND Vs SL: હિટમેનની બેવડી સદી, લંકાને 141 રને આપી માત

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 13, 2017, 8:06 PM IST
IND Vs SL:  હિટમેનની બેવડી સદી, લંકાને 141 રને આપી માત
ભારત અને શ્રીલંકા વચ્ચે પંજાબ એસોસિએશન સ્ટેડિયમ મોહાલીમાં આજે બીજી વન-ડે મેચ રમાઈ રહી...

ભારત અને શ્રીલંકા વચ્ચે પંજાબ એસોસિએશન સ્ટેડિયમ મોહાલીમાં આજે બીજી વન-ડે મેચ રમાઈ રહી...

  • Share this:
ભારતે બીજી વન ડે મેચમાં શ્રીલંકાને 141 રને હરાવી ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. ભારતના 393 રનના પડકારનો પીછો કરતા શ્રીલંકા 50 ઓવરમાં 8 વિકેટે 251 રન જ બનાવી શક્યુ હતું. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 208* રન બનાવ્યા હતા. રોહિત શર્માએ વન ડે કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. રોહિતે શ્રીલંકા વિરૂદ્ધ બીજી વખત બેવડી સદી ફટકારી હતી.શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યૂઝે સૌથી વધુ 112* રન બનાવ્યા હતા. હવે ત્રીજી અને અંતિમ મેચ 17 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.

રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ  કરતાં પોતાની બેવડી સદી દરમિયાન 12 સિક્સ અને 13 ફોર ફટકારી હતી. રોહિતે પોતાની સદી 115 બોલમાં પૂરી કરી હતી, જ્યારે બીજા 100 રન માત્ર 36 બોલ માં જ ફટકારી દીધા હતા.

ભારત તરફથી રોહિત શર્મા ઉપરાંત શ્રેયસ અય્યરે 88 અને શિખર ધવને 68 રનની ઈનિંગ રમી હતી. બોલર્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ચટકાવી હતી જ્યારે બૂમરાહે બે વિકેટ ઝડપી હતી.

એન્ઝેલો મેથ્યૂઝે એકલા હાથે ટીમ ઈન્ડિયાને ટક્કર આપતા શાનદાર ઈનિંગ રમતા પોતાની સદી પૂરી કરી હતી. મેથ્યૂઝે 122 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેને 9 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.

જસપ્રિત બૂમરાહે ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા અપાવતા અકિલા ધનંજયને 11 રને આઉટ કર્યો હતો. ધનંજય બૂમરાહના હાથમાં જ કેચ આપી બેઠો હતો.

ભૂવનેશ્વરે ટીમ ઈન્ડિયાને સાતમી સફળતા અપાવતા સચિથ પથિરાનાને 2 રને શિખર ધવનના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન ભેગો કરી નાંખ્યો હતો.ચહલ સામે લંકાની ટીમ નત:મસ્તક થઈ ગઈ હતી. ચહલે નિરોસન ડિક્વેલા(22), અસેલા ગુનારત્ને (34) અને થિસારા પરેરા (5) રને આઉટ કરીને પેવેલિયન ભેગા કરી નાંખ્યા હતા. જેમાં નિરોન ડિક્વેલા વોશિંગ્ટન સુંદરના હાથમાં કેચ આપી બેઠો હતો. જ્યારે બીજા બંને ખેલાડીઓએ ધોનીના હાથે શિકાર થઈ ગયા હતા.

વોશિંગ્ટન સુંદરે પોતાની પ્રથમ ઈન્ટરનેશન વિકેટ માત્ર 9 બોલ નાંખ્યા બાદ જ ઝડપી લીધી હતી. વોશિંગ્ટને ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવતા લાહિરૂ થિરૂમાને 21 રને ક્લિન બોલ્ડ કરી દીધો હતો.  આ સાથે વોશિંગ્ટને પોતાની કારકિર્દીની પ્રથમ વિકેટ મેળવી હતી.

ટીમ ઈન્ડિયાને ઉપુલ થરંગાના રૂપમાં પહેલી સફળતા મળી હતી. હાર્દિક પંડ્યાએ ઉપુલને 7 રને કાર્તિકના હાથે કેચ કરાવીને આઉટ કરાવ્યો હતો. જ્યારે બૂમરાહે દનશુકાને ધોનીના હાથે 16 રને આઉટ કરાવી દીધો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચે પંજાબ એસોસિએશન સ્ટેડિયમ મોહાલીમાં આજે બીજી વન-ડે મેચ રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી ભારતને બેંટિંગ સોપી હતી.  ભારત  50 ઓવરમાં 03 વિકેટના નુકશાને શાનદાર 392  રન બનાવ્યા છે.

ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં પોતાના કરિયરની ત્રીજી બેવડી(208) સદી ફટકારી દીધી હતી. આ સાથે જ વનડેમાં ત્રીજી સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો હતો. રોહિત શર્માએ પોતાની આ ઈનિંગ દરમિયાન 11  સિક્સ અને 13 ફોર ફટકારી હતી. રોહિતે જાણે પહેલી મેચનો હારનો બદલો લેતા 208 રન ઝૂડી નાંખ્યા હતા. આ સાથે જ લંકાને 393 રનનો પહાડી ટાર્ગેટ આપી દીધો હતો. મહેન્દ્ર સિંહ ધોની 07 અને હાર્દિક પંડ્યા 08 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે શિખર ધવન 81 રને સચિથની ઓવરમાં થિરિમાનેને કેચ આપી બેઠો હતો અને શ્રેયસ અય્યર 88 રન બનાવી આઉટ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવેલ પ્રથમ વન-ડેમાં ભારતની શરમ જનક રીતે હાર થઈ હતી. પ્રથમ વનડેમાં ભારતીય ટીમ માત્ર 112 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પૂર્વ કેપ્ટન ધોનીએ સર્વાધિક 65 રન અને કુલદીપ યાદવે 19 તેમજ હાર્દિક પંડયાએ 10 રન બનાવ્યા હતા. તે સિવાયના બેટ્સમેનો ડબલ ફિગરે પહોંચી શક્યા નહોતા. સુરંગા લકમલે 10 ઓવરમાં 13 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાને પ્રથમ વનડેમાં પણ ટોસ જીતવામાં સફળતા મળી હતી, અને પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો.


રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકા
દાનુષ્કા ગુણાથીલકા, ઉપુલ થરંગા, લાહિરૂ થિરિમાને, એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિકવેલા, અસેલા ગુણારત્ને, થિસારા પરેરા (કેપ્ટન), સચીથ પથીરાના, સુરંગા લકમલ, અકીલા ધનંજય, નુવાન પ્રદીપ
First published: December 13, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading