આઈપીએલ 2019ની 6th મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમવામાં આવી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ કોલકાતા નાઈટ રાઈડર્સ પ્રથમ બેટિંગ સોંપી હતી. કોલકાતાએ 20 ઓવરના અંતે 04 વિકેટના નુકશાન સાથે 218 રન બનાવ્યા. જેના જવાબામાં કિંગ્સ ઈલેવન પંજાબ 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને 190 રન જ બનાવી શક્યું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સની 28 રને જીત થઈ.
કોલકાતા - કોણ કેવી રીતે થયું આઉટ? આંદ્રે રસેલ 17 બોલમાં 48 રન બનાવી એડ્રયૂ ટાયની ઓવરમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો
નીતિશ રાણા 34 બોલમાં 63 રન બનાવી વરૂણ ચક્રવર્તીની ઓવરમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ
ક્રિશ લિન 10 બોલમાં 10 રન બનાવી મોહમ્મદ સામીની ઓવરમાં ડેવિડ મિલરના હાથે કેચ આઉટ
સુનિલ નારન 09 બોલમાં 24 રન બનાવી હાર્ડ્સ વિલ્ઝોનની ઓવરમાં કેએલ રાહુલને કેચ આપી બેઠો
જ્યારે, 20 ઓવરના અંતે રોબિન ઉથપ્પા 50 બોલમાં 67 રન અને દિનેશ કાર્તિક 01 બોલમાં 01 રન બનાવી અમનમ રહ્યા હતા.
પંજાબ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી મોહમ્મદ સામીએ 04 ઓવરમાં 44 રન આપી એક વિકેટ લીધી
વરૂન ચક્રવર્તીએ 03 ઓવરમાં 35 રન આપી એક વિકેટ લીધી
હાર્ડ્સ વિલ્ઝોને 04 ઓવરમાં 36 રન આપી 01 વિકેટ લીધી
એંડ્રયૂ ટાઈએ 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી
રવિચંદ્રન અશ્વિને 04 ઓવરમાં 47 રન આપી એક પણ વિકેટ ન લીધી
મનદીપ સિંગે 01 ઓવરમાં 18 રન આપી એક પણ વિકેટ ન લીધી
પંજાબ - કોણ કેવી રીતે થયું આઉટ મયંક અગ્રવાલ 34 બોલમાં 58 રન બનાવી પિયુષ ચાવલાની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો
સરફરાઝ ખાન 13 બોલમાં 13 રન બનાવી આંદ્રે રસેલની ઓવરમાં દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો
ક્રિશ ગેઈલ 13 બોલમાં 20 રન બનાવી આંદ્રે રસેલની ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણના હાથે કેચ આઉટ થયો
કેએલ રાહુલ 05 બોલમાં માત્ર એક રન બનાવી લોકી ફર્ગ્યૂસનની ઓવરમાં કુલદીપ યાદવના હાથે કેચ આઉટ થઈ ગયો
જ્યારે 20 ઓવરના અંતે મનદીપ સિંગ 15 બોલમાં 33 રન અને ડેવિડ મિલર 40 બોલમાં 59 રન બનાવી અમનમ રહ્યા હતા.
કોલકાતા - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ 04 ઓવરમાં 42 રન આપી એક પણ વિકેટ ન લીધી
લોકી ફર્ગ્યૂસને 04 ઓવરમાં 42 રન આપી 01 વિકેટ લીધી
આંદ્રે રસુલે 03 ઓવરમાં 21 રન આપી 02 વિકેટ લીધી
કુલદીપ યાદવે 04 ઓવરમાં 32 રન આપી એક પણ વિકેટ ન લીધી
સુનિલ નારને 02 ઓવરમાં 26 રન આપી એક પણ વિકેટ ન લીધી
પિયુષ ચાવલાએ 03 ઓવરમાં 26 રન આપી એક વિકેટ લીધી
કોલકાતા ટીમ દિનેશ કાર્તિક, સુનિલ નરેન, આંદ્ર રસેલ, કાર્લોસ બ્રેથવેટ, જો ડેનલી, લોકી ફર્ગ્યૂસન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, હેરી ગર્ને, કુલદીપ યાદવ, પીયુષ ચાવલા, નીતીશ રાણા, સંદીપ વોરિયર, કેસી કરિયપ્પા, શુભમન ગિલ, શ્રીકાંત મુંઢે, નિખિલ નાયક, પૃથ્વી રાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ
પંજાબ ટીમ કેએલ રાહુલ, ક્રિસ ગેઈલ, એડ્રયૂ ટાય, મયંક અગ્રવાલ, અંકિત રાજપુત, મુઝીબ ઉર રહેમાન, કરૂણ નાયર, ડેવિડ મિલર, રવિચંદ્રન અશ્વિન, એમ. હેનરિક્સ, નિકોલસ પૂરન, વરૂણ ચક્રવર્તી, સેમ કુરૈન, મોહમ્મદ સમી, સરફરાજ ખાન, હાર્ડ્સ વિલ્ઝોન, અર્શદીપ સિંહ, દર્શન નલકંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ અયાચી, હરપ્રિત બરાર અને મુરૂગન અશ્વિન.
Published by: kiran mehta
First published: March 27, 2019, 18:39 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Andre russell , Chris gayle , Ipl 2019 , Show , ક્રિકેટ