રાજસ્થાને મુંબઈને 3 વિકેટ આપી માત, ગૌથમે 11 બોલમાં 33 રન ફટકારી અપાવી જીત

News18 Gujarati
Updated: April 23, 2018, 12:21 AM IST
રાજસ્થાને મુંબઈને 3 વિકેટ આપી માત, ગૌથમે 11 બોલમાં 33 રન ફટકારી અપાવી જીત

  • Share this:
મુંબઈ અને રાજસ્થાન વચ્ચેનો 21મો મુકાબલો રાજસ્થાનના જયપુરમાં આવેલ સવાય માનસિંહ સ્ટેડિયમમાં રમાવવામાં આવ્યો હતો. આ રોમાંચક મેચને રાજસ્થાને ત્રણ વિકેટે જીતી લીધી હતી  આ મેચમાં મુંબઈએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ રાજસ્થાનને પ્રથમ ફિલ્ડીંગ આપી હતી.

મુંબઈએ પહેલા બેટિંગ કરતાં સાત વિકેટે 167 રન બનાવ્યા હતા. મુંબઈની શરૂઆતમાં જ પહેલી વિકેટ પડી ગઈ હતી. મુંબઈનો ઓપનર લૂઈસ શૂન્ય રને પેવેલિયન પહોંચી ગયો હતો. પરંતુ ઈશન કિશન અને સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરતાં ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. સૂર્યકુમારે 47 બોલમાં 72 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ઈશાન કિશને 58 રનની ઈનિંગ રમી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, મુંબઈનો સ્કોર 200 રનને પાર જશે, પરંતુ રાજસ્થાનના આર્ચરે ઓવર હેટ્રિક લઈને મુંબઈના સ્કોર પર બ્રેક લગાવી દીધી હતી.  રોહિત શર્મા પણ આ મેચમાં શૂન્ય રને પેવેલિયન ફર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 168 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ રાજસ્થાનની શરૂઆત પણ કંઈ સારી રહી નહતી, કેમ કે રાહુલ ત્રિપાઠી (09) અને રહાણે (14) રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ સંજુ સેમસન (52) અને બેન સ્ટોક્સે (40) બાજી સંભાળી લીધી હતી, આ બંને બેટ્સમેન રમતા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે, રાજસ્થાન સરળ રીતે જીતી જશે. પરંતુ તેવામાં હાર્દિકે બેન સ્ટોક્સને 40 રને ચાલતો કર્યો ત્યાર બાદ હાર્દિકે સંજુ અને જોશ બટલર (06)ને આઉટ કરીને મુંબઈને મેચમાં વાપસી કરાવી દીધી હતી.

જોકે, ક્રિષ્નપ્પા ગૌથમે આવતાની સાથે જ આક્રમક બેટિંગની શરૂઆત કરી દીધી હતી, જેનો સાથ આપી રહ્યો હતો જોફરા અર્ચર. આ બંને બેટ્સમેનોએ બૂમરાહની 19મી ઓવરમાં 18 રન ફટકારીને ટીમને મેચમાં વાપસી કરાવી દીધી હતી. આમ અંતિમ ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે દસ રનની જરૂરત હતી.

દસમી ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો, સ્ટ્રાઈક પર અર્ચર હતો, જે મોટો શોર્ટ લગાવવા જતા હાર્દિકના હાથે જ કેચ આઉટ થઈ ગયો, પરંતુ આ દરમિયાન ગૌથમ સ્ટ્રાઈ પર આવી ગયો હતો. ગૌથમે હાર્દિકના બીજા જ બોલે ફોર ફટકારીને જીતને થોડી નજીક લાવી દીધી. હાર્દિકે વાપસી કરતાં ત્રીજો બોલ ડોટ નાંખ્યો, આ બોલે ગૌથમને રન લેવો હોત તો તે લઈ શકતો હતો પરંતુ તે રન દોડ્યો નહતો અને હાર્દિકના ચોથા બોલે ગૌથમે શાનદાર સિક્સ ફટકારીને મેચનો હિરો બની ગયો હતો. આમ પાછલી ત્રણ ઓવરમાં 43 રનની જરૂરત હતી, જેમાંથી 11 બોલમાં 33 રન તો માત્ર એકલા ગૌથમે જ ફટકારી દીધા હતા. આમ ગૌથમે રાજસ્થાનને હારેલી બાજી જીતાડી દીધી હતી, જેની કોઈએ કલ્પના પણ કરી નહતી.

રાજસ્થાન રોયલ્સ ટીમઅજિંક્યા રહાણે (કેપ્ટન), હેનરિક ક્લાસન, સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિ.કી.), રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી, કે ગૌતમ, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, બેન લાફલિન

મુંબઈ ટીમ

સૂર્યકુમાર યાદવ, એવિન લુઈસ, રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિ.કી.), કેઈરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મિચેલ મેકક્લેનાઘન, મયંક માર્કંડેય, જસપ્રિત બુમરાહ, મુસ્તાફિઝુર રહેમાન.
First published: April 22, 2018, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading