રાજસ્થાનની સાત વિકેટે શાનદાર જીત, મુંબઈ પ્લેઓફની દોડમાંથી બહાર

News18 Gujarati
Updated: May 13, 2018, 11:57 PM IST
રાજસ્થાનની સાત વિકેટે શાનદાર જીત, મુંબઈ પ્લેઓફની દોડમાંથી બહાર

  • Share this:
હારની પરંપરાને તોડી સળંગ ત્રણ જીત મેળવનાર મુંબઈ ઈન્ડીયન્સ આજે રાજસ્થાન રોયલ્સને હરાવી આઈપીએલના પ્લેઓફ તરફ વધુ એક ડગલું ભરવાના ઈરાદે મેદાનમાં ઉતરી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને બેટિંગ આપી હતી. મુંબઈએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 168 રન બનાવી રાજસ્થાનને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં રાજસ્થાને 18 ઓવરમાં 03 વિકેટના નુકશાને 171 રન બનાવી શાનદાર 07 વિકેટે જીત મેળવી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ આ હાર સાથે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રાજસ્થાન તરફથી જોસ બટલર 53 બોલમાં શાનદાર 94 રન બનાવી અણનમ રહ્યો હતો.

મુંબઈ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
11મી ઓવરના ચોથા બોલે જોફ્રા આર્ચરની ઓવરમાં સુર્યકુમાર યાદવ 31 બોલમાં 38 રન બનાવી જયદેવ ઉનડકટના હાથે કેચ આઉટ

11મી ઓવરના પાંચમા બોલે જોફ્રા આર્ચરની ઓવરમાં રોહિત શર્મા એક પણ રન બનાવ્યા વગર જયદેવ ઉનડકટના હાથે કેચ આઉટ
14મી ઓવરના બીજા બોલે સંજૂ સેમસનની ઓવરમાં એવિન લેવિસ 42 બોલમાં 60 રન બનાવી ધવલ કુલકર્ણીના હાથે કેચ આઉટ
15મી ઓવરના બીજા બોલે બેન સ્ટોકની ઓવરમાં ઈશાન કિશન 11 બોલમાં 12 રન બનાવી સંજુ સેમસનના હાથે કેચ આઉટ17મી ઓવરના પાંચમા બોલે જયદેવ ઉનડકટની ઓવરમાં કૃણાલ પંડ્યા 07 બોલમાં 03 રન બનાવી કે. ગૌતમના હાથે કેચ આઉટ
20મી ઓવરના પાંચમા બોલે બેન સ્ટોક્સની ઓવરમાં હાર્દિક પંડ્યા 21 બોલમાં 36 રન બનાવી સંજૂ સેમસનના હાથે કેચ આઉટ થયો
બેન કટિંગ સાત બોલમાં 10 રન બનાવી અણનમ રહ્યો હતો

રાજસ્થાન - કોણે કેટલી વિકેટ લીધી
કે. ગૌતમે 02 ઓવરમાં 23 રન આપી એક પણ વિકેટ ન લીધી
ધવલ કુલકર્ણીએ 04 ઓવરમાં 43 રન આપી 01 વિકેટ લીધી
જ્યોફ્રા આર્ચરે 04 ઓવરમાં 16 રન આપી 02 વિકેટ લીધી
બેન સ્ટોક્સે 04 ઓવરમાં 26 રન આપી 02 વિકેટ લીધી
શ્રેયશ ગોપાલે 02 ઓવરમાં 21 રન આપી એક પણ વિકેટ ન લીધી
જયદેવ ઉનડકટે 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી

રાજસ્થાન - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
પ્રથમ ઓવરના પાંચમા બોલે જસપ્રિત બુમરાહની ઓવરમાં ડી. અર્સી શોર્ટ 05 બોલમાં 04 રન બનાવી ઈશાન કિશનના હાથે કેચ આઉટ થયો
14મી ઓવરના પ્રથમ બોલે હાર્દિક પંડ્યાની ઓવરમાં આજિંક્ય રહાણે 36 બોલમાં 37 રન બનાવી સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ
18મી ઓવરના પાંચમા બોલે હાર્દિક પંડ્યાની ઓવરમાં સંજુ સેમસન 14 બોલમાં 26 રન બનાવી રાહુલ ચહરના હાથે કેચ આઉટ થયો
જ્યારે જોસ બટલર 53 બોલમાં 94 રન બનાવી અણનમ રહ્યો હતો

દિલ્હી - કોણે કેટલી વિકેટ લીધી
જસપ્રિત બુમરાહે 03 ઓવરમાં 34 રન આપી 01 વિકેટ લીધી
મિશેલ મેકક્લેઘને 04 ઓવરમાં 28 રન આપી એક પણ વિકેટ ન લીધી
કૃણાલ પંડ્યાએ 04 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી
હાર્દિક પંડ્યાએ 04 ઓવરમાં 52 રન આપી 02 વિકેટ લીધી
મયંક માર્કંડેએ 03 ઓવરમાં 32 રન આપી એક પણ વિકેટ ન લીધી

રાજસ્થાન રોયલ્સ :

જોસ બટલર, ડી. અર્સી શોર્ટ, અજિંક્યા રહાણે, સંજુ સેમસન, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બિન્ની, જોફ્રા આર્ચર, ક્રિષ્નાપ્પા ગોથમ, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી

મુંબઈ ઈન્ડિયન્સ :

સૂર્યકુમાર યાદવ, એવિન લેવિસ, રોહિત શર્મા, ઇશાન કિશન, હર્દિક પંડ્યા, બેન કટિંગ, ક્રુણાલ પંડ્યા, જીન-પૌલ ડુમિની, મિશેલ મેકક્લેઘન, મયંક માર્કન્ડે, જસપ્રિત બૂમરાહ
First published: May 13, 2018, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading