Home /News /cricket /

KKR vs KXIP, પંજાબને હરાવી કોલકાતાની શાનદાર 31 રને જીત

KKR vs KXIP, પંજાબને હરાવી કોલકાતાની શાનદાર 31 રને જીત

    બે વખત વિજેતા રહી ચુકેલ કોલકાતા નાઈટ રાઈડર્સ આજે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલની 11મી સિઝનના મુકાબલામાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટક્કર લેવા મેદાનમાં ઉતરી ચુકી છે. જેમાં કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ કોલકાતા નાઈટ રાઈડર્સને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 245 રનનો વિશાળ સ્કોર બનાવી પંજાબને જીતવા માટે 246 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબ સંઘર્ષ કરી 20 ઓવરના અંતે 08 ઓવરમાં 214 રન બનાવી શક્યું. આ રીતે કોલકાતાની 31 રને શાનદાર જીત થઈ છે.

    કોલકાતા - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
    - છઠ્ઠી ઓવરના બીજા બોલે એંડ્રયૂ ટાઈની ઓવરમાં ક્રિશ લેન 17 બોલમાં 27 રન બનાવી બોલ્ડ આઉટ થયો
    - 12મી ઓવરના ત્રીજા બોલે એંડ્રયૂ ટાઈની ઓવરમાં સુનિલ નારાયણે 36 બોલમાં શાનદાર 75 રન બનાવી વિકેટ કિપર લોકેશ રાહુલના હાથે કેચ આઉટ થયો
    - 12મી ઓવરના પાંચમા બોલે એંડ્રયૂ ટાઈની ઓવરમાં રોબિન ઉથપ્પા 17 બોલમાં 24 રન બનાવી મોહિત શર્માના હાથે કેચ આઉટ થયો
    - 17મી ઓવરના છેલ્લા બોલે આંડ્રયૂ ટાયની ઓવરમાં આંદ્ર રસેલ 14 બોલમાં 31 રન બનાવી લોકેશ રાહુલના હાથે કેચ આઉટ
    - 18મી ઓવરના પાંચમા બોલે મોહિત શર્માની ઓવરમાં નિતિશ રાણા 04 બોલમાં 11 રન આપી ડેવિડ મિલરના હાથે કેચ આઉટ થયો
    - 20મી ઓવરના બીજા બોલે બરિન્દર સરાંની ઓવરમાં દિનેશ કાર્તિક 23 બોલમાં 50 રન બનાવી ડેવિડ મિલરના હાથે કેચ આઉટ
    - શુબમન ગીલ 08 બોલમાં 16 રન બનાવી અમનમ રહ્યો હતો
    - જેવોન સેર્લેસ 01 બોલમાં 06 રન બનાવી અણનમ રહ્યો હતો

    પંજાબ - કોણે કેટલી વિકેટ લીધી
    - મોહિત શર્માએ 04 ઓવરમાં 40 રન આપી એક વિકેટ લીધી
    - મુજિબ ઉર રહેમાને 2.2 ઓવરમાં 28 રન આપી એક પણ વિકેટ ન લીધી
    - રવિચંદ્રન અશ્વિને 2.4 ઓવરમાં 36 રન આપી એક પણ વિકેટ ન લીધી
    - બરિન્દર સરાંએ 03 ઓવરમાં 48 રન આપી એક વિકેટ લીધી
    - એંડ્રયૂ ટાઈએ 04 ઓવરમાં 41 રન આપી 04 વિકેટ લીધી
    - અક્ષર પટેલે 04 ઓવરમાં 52 રન આપી એક પણ વિકેટ ન લીધી

    પંજાબ - કોણે કેટલા રન બનાવ્યા
    - છઠ્ઠી ઓવરના ચોથા બોલે આંદ્ર રસેલની ઓવરમાં ક્રિશ ગેઈલ 17 બોલમાં 21 રન બનાવી વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો
    - છઠ્ઠી ઓવરના પાંચમા બોલે આંદ્ર રસેલની ઓવરમાં મયંક અગ્રવાલ એક પણ રન બનાવ્યા વગર સેર્લેસના હાથે કેચ આઉટ
    - 8મી ઓવરના છેલ્લા બોલે આંદ્ર રસેલની ઓવરમાં કરૂણ નાયર 06 બોલમાં 03 રન બનાવી ક્રિશ્ના પ્રસિદ્ધના હાથે કેચ આઉટ
    - 9મી ઓવરના છેલ્લા બોલે સુનિલ નારાયણેની ઓવરમાં લોકેશ રાહુલ 29 બોલમાં 66 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ થયો
    - 12મી ઓવરના છેલ્લા બોલે કુલદીપ યાદવની ઓવરમાં અક્ષર પટેલ 11 બોલમાં 19 રન બનાવી સેર્લેસના હાથે કેચ આઉટ
    - 16મી ઓવરના બીજા બોલે સેર્લોસની ઓવરમાં એરોન ફિંચ 20 બોલમાં 34 રન બનાવી કુલદીપ યાદવના હાથે કેચ આઉટ થયો
    - 20મી ઓવરના પ્રથમ બોલે ક્રિશ્ના પ્રસિદ્ધની ઓવરમાં એંડ્રયૂ ટાય 10 બોલમાં 14 રન બનાવી વિકેટકિપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ
    - 20મી ઓવરના ત્રીજા બોલે ક્રિશ્ના પ્રસિદ્ધની ઓવરમાં આર અશ્વિન 22 બોલમાં 45 રન બનાવી એલબીડબલ્યુ આઉટ થયો
    - બરિન્દર સરાં 01 બોલમાં 01 રન બનાવી અમનમ રહ્યો હતો
    - મોહિત શર્મા 03 બોલમાં 04 રન બનાવી અમનમ રહ્યો હતો

    કોલકાતા - કોણે કેટલી વિકેટ લીધી
    - સુનિલ નારાયણે 04 ઓવરમાં 44 રન આપી 01 વિકેટ લીધી
    - પ્રસિદ્ધ ક્રિશ્નાએ 04 ઓવરમાં 31 રન આપી 02 વિકેટ લીધી
    - જેવોન સેર્લેસે 04 ઓવરમાં 52 રન આપી 01 વિકેટ લીધી
    - આંદ્ર રસેલે 04 ઓવરમાં 41 રન આપી 03 વિકેટ લીધી
    - કુલદિપ યાદવે 02 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી
    - પિયુષ ચાવલાએ 02 ઓવરમાં 16 રન આપી એક પણ વિકેટ ન લીધી

    કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ

    ક્રિશ લેન, સુનિલ નરેન, રોબિન ઉથપ્પા, નિતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટ કિપર), આન્દ્રે રસેલ, શુભમ ગિલ, શિવમ માવી, ટોમ કોર્રન, પિયુષ ચાવલા, કુલદિપ યાદવ, મિચેલ જોન્સન, રિંકુ સિંહ

    પંજાબ ટીમ

    રવિચદ્રન અશ્વિન (કેપ્ટન), અક્ષર પટેલ, યુવરાજસિંહ, કરૂણ નાયર, લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિન્ચ, માર્કસ સ્ટોઈનિસ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મનોજ તિવારી, મોહિત શર્મા, મુઝીબ જદરાન, બરિન્દર સરાં, એન્ડ્ર્યૂ ટાઈ, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહૂ, મયંક ડાગર, મંજૂર દાર
    Published by:kiran mehta
    First published:

    Tags: Cricket Score, Ipl live, T20 match, ક્રિકેટ

    આગામી સમાચાર