દિલ્હી ડેર ડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમમાં છેલ્લા નંબરથી બચવા માટે મુકાબલો થઈ રહ્યો છે, જેમાં બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ દિલ્હીને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને 181 રન બનાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં બેંગ્લોરે 19 ઓવરમાં 187 રન બનાવી શાનદાર 5 વિકેટે જીત મેળવી છે.
બેંગ્લોર - કોણે કેટલી વિકેટ લીધી યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 28 રન આપી 02 વિકેટ લીધી ઉમેશ યાદવે 03 ઓવરમાં 28 રન આપી એક પણ વિકેટ ન લીધી ટીમ સાઉદીએ 04 ઓવરમાં 41 રન આપી એક પણ વિકેટ ન લીધી મોઈન અલીએ 04 ઓવરમાં 25 રન આપી 01 વિકેટ લીધી મોહમ્મદ સિરાજે 04 ઓવરમાં 46 રન આપી 01 વિકેટ લીધી કોલિન ડિગ્રૈંડહોમે 01 ઓવરમાં 12 રન આપી એક પણ વિકેટ ન લીધી