Home /News /cricket /ચેન્નાઈને હરાવી રાજસ્થાન રોયલ્સની 4 વિકેટે શાનદાર જીત

ચેન્નાઈને હરાવી રાજસ્થાન રોયલ્સની 4 વિકેટે શાનદાર જીત

ખુબ ખરાબ પરિસ્થિતિમાં ફસાયેલ રાજસ્થાન રોયલ્સ આજે પોતાના ઘરેલુ સ્ટેડિયમ માનસિંહ સ્ટેડિયમ જયપુરમાં આઈપીએલ 11ની સીઝનની 43મી મેચ સારા ફોર્મમાં ચાલી રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવા ઉતરી હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ રાજસ્થાન રોયલ્સને ફિલ્ડીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ શરૂ કરી 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને 176 રન બનાવી રાજસ્થાનને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાને  જોસ બટલરના શાનદાર 95 રનની મદદથી  19.5 ઓવરમાં 06 વિકેટના નુકશાને 177 રન બનાવી શાનદાર 04 વિકેટે જીત મેળવી છે.

ચેન્નાઈ - કોણે કેટલા રન બનાવ્યા
- ત્રીજી ઓવરના પ્રથમ બોલે જ્યોફ્રા આર્ચરની ઓવરમાં અંબાતી રાયડુ 12 બોલમાં 09 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ થયો
- 12મી ઓવરના ત્રીજા બોલે જ્યોફ્રા આર્ચરની ઓવરમાં શેન વોટ્સન 31 બોલમાં 39 રન બનાવી જોસ બટલરના હાથે કેચ આઉટ થયો
- 13મી ઓવરના છેલ્લા બોલે ઈશ સોઢીની ઓવરમાં સુરેશ રૈના 35 બોલમાં શાનદાર 52 રન બનાવી સ્ટુઅર્ટ બિન્નીના હાથે કેચ આઉટ
- 20મી ઓવરના ચોથા બોલે બેન સ્ટોક્સની ઓવરમાં સેમ બિલિંગ્સ 22 બોલમાં 27 રન બનાવી રન આઉટ થયો છે
- મહેન્દ્ર સિંહ ધોની 23 બોલમાં 33 રન બનાવી અણનમ રહ્યો હતો
- બ્રાવો પણ 01 બોલમાં 01 રન બનાવી અમનમ રહ્યો હતો
ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 04 વિકેટના નુકશાને આ રીતે 176 રન બનાવ્યા હતા

રાજસ્થાન - કોણે કેટલી વિકેટ લીધી
કે. ગોતમે 03 ઓવર નાખી 28 રન આપી એક પણ વિકેટ ન લીધી
અંકિત શર્માએ 01 ઓવરમાં 11 રન આપી એક પણ વિકેટ ન લીધી
જ્યોફ્રા આર્ચરે 04 ઓવરમાં 42 રન આપી 02 વિકેટ લીધી
બેન સ્ટોક્સે 04 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી
જયદેવ ઉનડકટે 04 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી
ઈશ સોઢીએ 04 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી

રાજસ્થાન - કોણે કેટલા રન બનાવ્યા
- ચોથી ઓવરના છેલ્લા બોલે હરભજન સિંગની ઓવરમાં બેન સ્ટોક્સ ક્લિન બોલ્ડ થયો
- પાંચમી ઓવરના ચોથા બોલે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં આજિંક્ય રહાણે 03 બોલમાં 04 રન બનાવી સુરેશ રૈનાના હાથે કેચ આઉટ થયો.
- 12મી ઓવરના બીજા બોલે બ્રાવોની ઓવરમાં સંજૂ સેમસન 22 બોલમાં 21 રન બનાવી આઉટ
- 18મી ઓવરના ચોથા બોલે બ્રાવોની ઓવરમાં સ્ટુઅર્ટ બિન્ની 17 બોલમાં 22 રન બનાવી શેન વોટ્સનના હાથે કેચ આઉટ થયો
- 13મી ઓવરના ચોથા બોલે એસએન ઠાકુરની ઓવરમાં પ્રશાંત ચોપરા 06 બોલમાં 08 રન બનાવી બ્રાવોના હાથે કેચ આઉટ
- 19મી ઓવરના છેલ્લા બોલે ડેવિડ વેલીની ઓવરમાં કે. ગૌતમ 04 બોલમાં 13 રન બનાવી ધોનીના હાથે કેચ આઉટ થયો
- જોસ બટલર 60 બોલમાં 95 રન બનાવી અણનમ રહ્યો હતો

ચેન્નાઈ - કોણે કેટલી વિકેટ લીધી
ડેવિડ વેલીએ 04 ઓવરમાં 47 રન આપી એક વિકેટ લીધી
હરભજન સિંગે 02 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી
રવિન્દ્ર જાડેજાએ 04 ઓવરમાં 28 રન આપી 01 વિકેટ લીધી
શાર્દુલ ઠાકુરે 04 ઓવરમાં 22 રન આપી 01 વિકેટ લીધી
કર્ણ શર્માએ 01 ઓવરમાં 10 રન આપી એક પણ વિકેટ ન લીધી
બ્રાવોએ 3.5 ઓવરમાં 31 રન આપી 01 વિકેટ લીધી
શેન વોટ્સને 01 ઓવરમાં 09 રન આપી એક પણ વિકેટ ન લીધી

રાજસ્થાન ટીમ

આજિંક્ય રહાણે (કપ્તાન), અંકિત શર્મા, સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, ધવલ કુલકર્ણી, જ્યોફ્રા આર્ચર, ડાર્સી શોર્ટ, દુષ્મંતા ચમીરા, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, એસ. મિથુન, જયદેવ ઉનડકટ, બેન લોફલિન, પ્રશાંત ચોપડા, કે. ગૌતમ, મહિપાલ લેમલોર, જતિન સક્સેના, અનુરિત સિંહ, આર્યમાન બિરલા, જોસ બટલર, હેનરિક ક્લાસેન, જહીર ખાન અને રાહુલ ત્રીપાઠી.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ

શેન વોટસન, અંબાતી રાયડુ, સુરેશ રૈના, સેમ બિલિંગ્સ, એમએસ ધોની (વિકેટકિપર / કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, ડ્વેઈન બ્રાવો, દીપક ચાહર, કરણ શર્મા, શાર્દુલ ઠાકુર, ઈમરાન તાહિર, ડુપ્લેસી
First published:

Tags: Cricket Score, Ipl live, T20 match, ક્રિકેટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો